કોરોનાનું સંક્રમણ વધતાં હાલ વારંવાર વાર એક શબ્દ સાંભળવા મળી રહ્યો છે. આ શબ્દ છે. કોરોનાની સેકન્ડ વેવ. તો આ સેકેન્ડ વેવ શું છે અને તેમાં ક્યાં એઝ ગ્રૂપના લોકો વધું સંક્રમિત થઇ રહ્યાં છે જાણીએ...
કોરોનાનાના સંક્રમણની બીજી લહેર વધુ ઘાતક છે. આવું આપે અનેક વખત સાંભળ્યું હશે. તો જાણીએ કે કોરોનાની આ બીજી લહેર શું છે. આ સેકન્ડ વેવ કેમ વધુ ખતરનાક છે અને સેકન્ડ વેવને નિષ્ણાતો કઇ રીતે જોઈ રહ્યાં છે જાણીએ...
કોરોનાની સેકેન્ડ વેવ શું છે?
ડબલ મ્યુટેડ સ્ટ્રેઇનમાં સાર્સ cov2 વાયરસ ડિટેક્ટ થયો છે. આ નવો મ્યુટેડ વાયરસમાં એવી ક્ષમતા છે કે, તે ઇમ્યુનિટી અને વેક્સિનની અસર બંને પર વાર કરે છે. જેથી વેક્સિનેટ લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. નિષ્ણાતના મત મુજબ નવા વાયરસના સ્ટ્રેઇન સામે કોરોના વેક્સિન એટલી કારગર નથી નિવડી રહી તેના કારણે પણ વેક્સિનેટ લોકો સંક્રમિત થઇ રહ્યાં છે અને સંક્રમણ વધુ ઝડપથી ફેલાઇ રહ્યું છે.
નવો સ્ટ્રેન ક્યાં એજ ગ્રૂપને વધુ સંક્રમિત કરી રહ્યો છે?
કોરોનાની ફર્સ્ટ વેવમાં મોટાભાગે મોટી વયના એટલે કે 60થી વધુ વયના લોકો વધુ સંક્રમિત થતાં હતા અને તેમનો મૃત્યુઆંક પણ વધુ હતો. જો કે બીજી લહેરમાં 18થી25 વર્ષના લોકો વધુ સંક્રમિત થઇ રહ્યાં છે. આ એજ ગ્રૂપના લોકો સંક્રમિત થતાં તે સુપરસ્પ્રેડર બની રહ્યાં છે. નવો કોરોનાનો વાયરસનું સંક્રમણ વધુ થતું હોવાથી તે ટૂંકા સમયગાળામાં વધુમાં વધુ લોકોને સંક્રમિત કરે છે.
કોરોનાનાની સેકેન્ડ વેવમાં વાયરસના મ્યુટેશનના કારણે તેના લક્ષણોમાં પણ ફરક જોવા મળ્યો છે. નવા લક્ષણોમાં આંખ કાનને પણ અસર કરી રહ્યાં છે. કેટલાક કેસમાં સંક્રમિત લોકો બહેરાશની પણ ફરિયાદ કરી રહ્યાં છે. આ કોરોનાનનો મ્યુટન્ટ વાયરસ આ રીતે અનેક રીતે ચિંતારૂપ સાબિત થઇ રહ્યો છે.