Fack check:કોરોનાની મહામારીમાં સોશિયલ મીડિયા પર રસીથી માંડીના તેની સારવારના નુસખા મુદ્દે અનેક પોસ્ટ વાયરલ થઇ રહે છે. આવી એક પોસ્ટ કોરોના વેક્સિને મુદ્દે વાયરલ થઇ છે.  આ વાયરલ પોસ્ટની હકીકત શું છે જાણીએ

કોરોનાની મહામારીમાં સોશિયલ મીડિયા પર રસીથી માંડીના તેની સારવારના નુસખા મુદ્દે અનેક પોસ્ટ વાયરલ થઇ રહે છે. આવી એક પોસ્ટ કોરોના વેક્સિને મુદ્દે વાયરલ થઇ છે.  આ વાયરલ પોસ્ટની હકીકત શું છે જાણીએ

સોશિયલ મીડિયા પર હાલ એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ કોરોનાની રસી નહીં લે, તેવા લોકોના ઘરનું વીજળીનું કનેકશન કટ થઇ જશે.

શું છે વાયરલ પોસ્ટ

સોશિયલ મીડિયા પર હાલ એક પોસ્ટ વાયરલ થઇ છે. બ્રેકિંગ ન્યુઝની પ્લેટ સાથે આ મેસજ વાયરલ થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે,  દરેક ભારતીય આ રિપોર્ટ જલ્દી જુએ. વેક્સિન નહી લેવામાં આવે તો હુક્કા પાણી બંધ થઇ જશે એટલે કે જે વ્યક્તિ કોરોનાની રસી નહી લે તેનું રાશનકાર્ડ અને વીજળી કટ થઇ જશે. “વેક્સિન લગાવવાન મનાઇ કરી તો થઇ જશો પરેશાન” આ મેસેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ  થયો છે.

 

શું છે વાયરલ પોસ્ટની હકીકત?

ભારત સરકારની ઓફિશ્યલ વેબસાઇટે આ વાયરલને ફેક ગણાવી છે. ભારત સરકારની વેબસાઇટની પીઆઇબી ફેક ચેક ટીમે આ મુદે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ભારત સરકાર દ્રારા આવી કોઇ જાહેરાત કરવામાં નથી આવી આ પોસ્ટ તદન ખોટી છે.

ભારત સરકારની ઓફિશ્યલ વેબસાઇટની ફેક ચેક ટીમે અનુરોધ કર્યો છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ વિશ્વનિય નથી હોતી અને સંપૂર્ણ ચકાસણી કર્યાં વિના તેના પર ભરોસો ન કરવો. ઉપરાંત ફેક ચેક ટીમે લોકોને પણ સોશિયલ મીડિયાનો દુરઉપયોગ ન કરતાં લોકોને ગેરમાર્ગે દોરતી ફેક ચેકને પોસ્ટ ન કરવી જોઇએ.