દેશમાં કોરોના સંક્રમણ વિરૂદ્ધ મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. વધુમાં વધુ લોકો રસી લે તેન માટે સરકાર અપીલ કરી રહી છે. પરંતુ આ રસીકરણ અભિયાન દરમિયાન સાઈબર ફ્રોડનો લોકો ભોગ બની રહ્યા છે. માટે સરકાર તરફથી એલર્ટ કરવામાં આવ્યા છે. જો તમે પણ રસી લીધા બાદ સોશિયલ મીડિયા પર તેનું સર્ટિફઇકેટ શેર કરો છો તો તમારે ફ્રોડનો ભોગ બની શકો છો. માટે સરકારે લોકોને આમ ન કરવાની અપીલ કરી છે.
સાયબર અપરાધી દરરોજ નવી રીતથી લોકોને પોતાની ઝાળમાં ફસાવવવાનો પ્રયત્ન કરે છે. થોડા સમય પહેલા રસી લેનાર માટે ખોટા ફોન કરીને લોકોનો ઠગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ હવે તે તેઓ તમારા વેક્સિન સર્ટિફિકેટનો ઉપયોગ ફ્રોડ માટે કરી રહ્યા છે.
પીઆઈબી ફેક્ટ ચેક ટીમે કર્યા એલર્ટ
પીઆઈબી ફેક્ટ ચેકની ટીમે ટ્વીટ કરીને લોકોને સાવચેત કર્યા છે. પીઆઈબી ફેક્ટ ચેકે લખ્યું – ઇન્ટરનેટ પર ફ્રોડથી સાવધાન ! કરોના રસી ચોક્કસ લેવી, પરંતુ તમારું વેક્સિન સર્ટિફિકેટ ઓનલાઈન શેર ન કરો ! આખરે તેનું શું કારણ છે તે જાણવા માટે અમારું આ #PIBFacTree ચોક્કસ જુઓ.
પીઆઈબીએ આપ્યા દિશા-નિર્દેશ
પીઆઈબીએ પોતાના દિશા-નિર્દેશમાં કહ્યું છે કે, સોશિયલ મીડિયા પર કોરોના રસીકરણ સર્ટિફિકેટ શેર કરવાથી બચવું જોઈએ. કારણ ક રસીકરણ સર્ટિફિકેટમાં નામ, ઉંમર, જાતી અ આગામી ડોઝની તારીખ સહિત અનેક વ્યક્તિગત જાણકારી હોય છે. સાઈબર અપરાધી આ જાણકારીઓનો ઉપયોગ ફ્રોડ માટે કરી શેક છે. એવામાં તમારે વેક્સિનેશન સર્ટિફિકેટ સોશિયલ મીડિયા પર શેર કરવાથી બચવું જોઈએ.