સામાન્ય રીતે પિતાની સંપત્તિમાં બાળકોનો અધિકાર હોય છે, પરંતુ મધ્યપ્રદેશમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના બાડીબાડા ગામમાં રહેતા ઓમ નારાયણ નામના ખેડૂતે પોતાની અડધી સંપત્તિ પોતાના પાળેલા કૂતરા જૈકી અને અડધી સંપત્તિ પત્ની ચંપાબેનના નામે કરી દીધી છે. આખરે ખેડૂતે પોતાના દીકરાઓની જગ્યાએ કૂતરાના નામે કેમ પોતાની અડધી સંપત્તિ કરી દીધી?

છીંદવાડાના બારી બડા ગામની અંદર રહેતા 50 વર્ષના ઓમ વર્મા પોતાના દીકરાના વ્યવહારથી ઘણા દુખી છે. તેમણે બે લગ્ન કર્યા છે. પહેલી પત્નીથી તેને ત્રણ દિકરીઓ અને એક દીકરો છે. તો બીજી પત્નીથી તેને બે દિકરીઓ છે. ઓમ વર્માએ પોતાની વસિયત બનાવી છે. તેમાં તેણે પોતાની સંપતિનો અરધો ભાગ બીજી પત્નીના નામે કર્યો છે અને બાકીનો અરધો ભાગ તેના જેકી નામના કૂતરાને આપ્યો છે.


વસિયતમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જેકી દરેક સમયે તેની દેખરેખ રાખે છે માટે જે જેકીનું ધ્યાન રાખશે તેને બાકીની અડધી સંપતિ મળશે. ખેડૂતે સ્પષ્ટ લખ્યું છે કે તેની સેવા બીજી પત્ની ચંપા વર્મા અને જેકી નામનો કૂતરો જ કરે છે, માટે સંપતિ પણ તેમને જ મળશે. નોંધનીય છે કે ખેડૂત ઓમ નારાયણ પાસે 18 એકર જમીન છે.