કોંગ્રેસ નેતાએ માગ કરી છે કે પ્રધાનમંત્રી મોદી પહેલા કોરોનાની રસી લે. કોંગ્રેસ નેતાએ માગ કરતાં કહ્યું કે, જે રીતે રશિયા અને અમેરિકામાં સૌથી પહેલા ત્યાંની પ્રમુખે રસી લીધી હતી ઠીક તેવી જ રીતે ભારતમાં પ્રધાનમંત્રી મોદી સૌથી પહેલા રસી લે.
નોંધનીય છે કે, સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ની એક્સપર્ટ પેનલે DGCI પાસે ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોરોના વેક્સિનને મંજૂરી આપવાની ભલામણ કરી હતી. DGCIએ જણાવ્યું કે, બંને વેક્સિન સુરક્ષિત છે અને તેનો ઉપયોગ ઈમરજન્સીની સ્થિતિમાં કરી શકાશે. બંને વેક્સિન બે બે ડોઝ ઈન્જેક્શનના રૂપમાં અપાશે. આ બંને વેક્સિન 2 થી 8 ડિગ્રી તાપમાનમાં સુરક્ષિત રાખી શકાશે. શનિવારે કોરોનાની સૌપ્રથમ સ્વદેશી રસી ભારત બાયોટેકની કોવાક્સિનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.
DGCIની મંજૂરી મળ્યા બાદ કંપનીને CT23 મંજૂરી મળે છે. જે મળ્યા બાદ દવા કંપનીની જે રાજ્યમાં ફેક્ટરી હોય ત્યાં સ્ટેટ ડ્રગ રેગુલેટરી ઓથોરિટી જઈ ડ્રગ એન્ડોર્સમેંટની માંગ કરે છે. જે બાદ દવા કે વેક્સિન આપી શકાય છે. આ પ્રક્રિયામાં 4 થી 5 દિવસ લાગી શકે છે.