શ્રીનગર: લશ્કર-એ-તૌયબાનો ટોપ કમાન્ડર અબુ દુજા કાશ્મીરમાં જોવા મળ્યો હોવાના અહેવાલ છે. 8 જુલાઈના રોજ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાનીને દફન માટે એક રેલી યોજાઈ હતી. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં યોજાયેલી આ રેલીમાં અબુ દુજાનાની હાજરી જોવા મળી. રેલીમાં અબુ દુજાના ભાષણ આપતો અને સૂત્રોચ્ચાર કરતો નજરે ચડ્યો. આ રેલીમાં કાશ્મીરમાં સુરક્ષાદળોના હાથે માર્યા ગયેલા આંતકીઓના માતા-પિતા પણ જોડાયા હતા. જો કે, આ રેલીમાં અબુ દુજાનીની હાજરીની પુષ્ટી કાશ્મીર પોલીસ તરફથી કરવામાં આવી નથી. ત્યારે હાફિઝ સઈદે કહ્યું હતું કે, બુરહાન વાનીની હુરિયતની આગેવાની લશ્કર-એ-તૈયબાના ‘અમીર’એ કરી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ કાશ્મીર આતંકવાદનું એપી સેંટર બન્યું છે. અને બુરહાન વાનીના મોત પછી તો આ વિસ્તારમાં દેખાવકારો અને સુરક્ષાદળો વચ્ચે અવારનવાર અથડામણ જોવા મળી છે.