નવી દિલ્હીઃ ઝડપથી ફેલાઇ રહેલી કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે હવે આઇઆઇટી બોમ્બેના અનુભવી વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. કેટલાક પૂર્વ વિદ્યાર્થીઓ અને કેટલાક પ્રૉફેશનલ્સે 'Corontine' એપ બનાવી છે.
આ એપથી તેમને દાવો કર્યો છે કે, આનાથી ક્વૉરન્ટાઇન દર્દીઓને ટ્રેક કરી શકાય છે.
'Corontine' એપની મદદથી ક્વૉરન્ટાઇનમાંથી ભાગી જતા દર્દીઓને ટ્રેક કરી તેમની જાણકારી મેળવી શકાય છે. જેવો દર્દી ક્વૉરન્ટાઇનમાંથી ભાગી જશે ત્યારે અધિકારીઓને આને મેઇલ અને મેસેજ એલર્ટ આવી જશે.
એટલુ જ નહીં 'Corontine' એપથી દર્દીઓમાં થતાં ફેરફારોને પણ ફીડ કરી શકાશે. બાદમાં એપ બતાવશે કે કોરોનાના ક્યાં કેટલા દર્દીઓ છે.
કોરોના માટે બની 'Corontine' એપ, જાણો કઇ રીતે કોરોનાના દર્દીઓની આપશે માહિતી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Mar 2020 09:51 AM (IST)
આઇઆઇટી બોમ્બેના અનુભવી વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. કેટલાક પૂર્વ વિદ્યાર્થીઓ અને કેટલાક પ્રૉફેશનલ્સે 'Corontine' એપ બનાવી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -