આ માસ્ક આઈઆઈટી કાનપુરમાં ઇનક્યૂબેટેડ કંપની ઈ-સ્પિને બનાવ્યું હતું. ઈ-સ્પિનના ડાયરેક્ટર ડો. સંદીપ પાટિલે કહ્યું કે, “માસ્કની જાત પૂરી રીતે દેસી છે. પહેલા લોન્ચ કરવામાં આવેલ સફેદ-કાળા માસ્ક ઉપરાંત અમે એન95ની ડિઝાઈન કલરફુલ મલ્ટીફેશન સાથે જોડી છે. તેને ટૂંકમાં જ લોન્ચ કરવામાં આવશે.” આ માસ્ક બજારમાં મળતા અન્ય માસ્ક કરતાં અલગ છે.
ડો. પાટિલે કહ્યું કે, તેની વિઝિબિલિટી, ફિલ્ટરેશન અને ક્ષમતા અન્ય માસ્કની તુલનામાં અમારા બનાવેલ માસ્કમાં સારી છે. આ માસ્કથી બેક્ટેરિયા અને વાયરસના હુમલાથી તમે સુરક્ષિત રહી શકો છો. આ પ્રથમ એવું માસ્ક છે જે નીલ્સન દ્વારા સર્ટિફાઈડ છે. આ માસ્ક 300 નેનોમીટર પાર્ટિકલને રોકવામાં સક્ષમ છે. તેની કિંમત ઘણી ઓછી રાખવામાં આવી છે. આ ઓક્ટોબરના બીજા સપ્તાહમાં લોકોને સરળતાથી મળા લાગશે. તેમણે કહ્યું કે, “અમારા માસ્કનો ઉપયોગ પીએમએ 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં ભૂમિ પૂજન દરમિયાન કર્યો હતો.
ઈ-સ્પિનના ડાયરેક્ટર નિતિન ચરાઠે કહ્યું કે, આ માસ્ક વાયરસ, બેક્ટેરિયા, ધુળ, ધુમાડો વગેરેથી પૂરી રીતે સુરક્ષિત રાખે છે. ઓનલાઈન પ્લેટફોર્મ અને બજારમાં આ માસ્ક ‘શ્વાસા’ નામથી ઉપલબ્ધ છે. આ માસ્ક કંપનીની વેબસાઈટની સાથે સાથે અનેક મુખ્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.