બેંગ્લુરુઃ આઇએએસ અધિકારી બી એણ વિજય શંકર મંગળવારે રાત્રે બેગ્લુંરુમાં પોતાના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે. સીબીઆઇ 4000 કરોડ રૂપિયાના આઇએમએ પોંજી ગોટાળમાં વિજય શંકર વિરુદ્ધ કેસ ચલાવવા માંગતી હતી. વિજય શંકર પર આઇએમએ પોંજી ગોટાળા પર પડદો પાડવા માટે કથિત રીતે લાંચ લેવાનો આરોપ છે. પોલીસ અનુસાર બેંગ્લુરુ શહેરી જિલ્લાના પૂર્વ ઉપાયુક્ત શંકર અહીં જયાનગરમાં પોતાના આવાસ પર મૃતહાલતમાં મળ્યા છે. તેને વિસ્તૃત માહિતી આપ્યા વિના કહ્યું તે સત્ય છે કે તે પોતાના ઘરમાં જ મૃત હાલતમાં મળ્યા છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીની ગઠબંધન સરકારે 2019માં એક સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમનુ ગઠન કર્યું હતુ. જેને શંકરની ધરપકડ કરી હતી. ત્યારબા બીજેપી સરકારે આ કેસને સીબીઆઇના હવાલે કરી દીધો હતો. સીબીઆઇના સુત્રોએ પીટીઆઇને જણાવ્યુ કે તાજેતરમાં જ એજન્સીએ આ કેસમાં શંકર અને બીજા બે લોકો વિરુદ્ધ કેસ ચલાવવા માટે રાજ્ય સરકાર પાસે અનુમતી માંગી હતી. મોહમ્મદ મંસૂર ખાને 2013માં મોટી રકમ પરત કરવાનો વાયદો આપીને પોંજી સ્કીમ શરૂ કરી હતી. આ કેસ તેની સાથે જોડાયેલો છે.