IMD Weather Update: હવમાન વિભાગે શનિવારે કહ્યું કે, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં 1990 બાદથી એપ્રિલ મહિનામાં આ વર્ષે સર્વાધિક એવરેજ મેક્સિમમ તાપમાન નોંધવામાં આવ્યુ છે. સાથે જ આ ભાગોમાં હવે મે મહિનામાં પણ રાહત નહીં મળે. મે મહિનામાં તાપમાન અને વરસાસ સાથે જોડાયેલા અનુમાન જાહેર કરતા હવમાન વિભાગ (IMD)ના મહાનિદેશક મુત્યંજય મહાપાત્રાએ કહ્યું કે, દક્ષિણી પ્રાયદ્વીપીય ભારતના કેટલાક ભાગોને છોડીને દેશના મોટાભાગના વિસ્તારોમાં મે મહિનામાં રાત્રે પણ ગરમી અનુભવાશે.
તેમને કહ્યું કે, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં આ વર્ષે એપ્રિલ છેલ્લા 122 વર્ષોમાં સૌથી વધુ ગરમી રહી, જ્યાં એવરેજ મેક્સિમમ તાપમાન ક્રમશઃ 35.9 ડિગ્રી સેલ્સિયસ અને 37.78 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યુ.
આ પહેલા ઉત્તર-પશ્ચિમ ભારતમાં એપ્રિલ 2010માં એવરેજ મેક્સિમમ તાપમાન 35.4 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મધ્ય ભારતમાં એપ્રિલ 1973 દરમિયાન એવરેજ મેક્સિમમ તાપમાન 37.75 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતુ.
મહાપાત્રાએ કહ્યું કે, ઉત્તર-પશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારો- જમ્મુ કાશ્મીર, હિમાચલ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાને મે મહિનામાં સામાન્યથી વધુ તાપમાનનો સામનો કરવો પડશે. તેમને કહ્યું એપ્રિલ દરમિયાન દેશભરમાં એવરેજ તાપમાન 35.05 ડિગ્રી સેલ્સિયસ નોધવામાં આવ્યુ છે જે 122 વર્ષોમાં ચોથી વાર સૌથી વધુ રહ્યું છે.
આ પણ વાંચો.........
Summer Tips: કાળઝાળ ગરમીમાં બહાર જવું પડે તો 5 વાતો રાખો ધ્યાનમાં, નહીં પડો બીમાર
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે? જાણો શું કહે છે ભાજપના સૂત્રો
Panchayat 2 : જલ્દી જ દર્શકોને ફરી હસાવવા આવી રહી છે પંચાયતની બીજી સીઝન, જાણો કેવી હશે વાર્તા
Delhi Covid 19 Update: રાજધાની દિલ્હીમાં કોરોનાના 1520 નવા કેસ, જાણો અન્ય રાજ્યમાં કેટલા કેસ નોંધાયા