Patiala Violence Latest Update: પોલીસે પટિયાલા હિંસા કેસમાં 6 FIR નોંધી છે. પોલીસના જણાવ્યા અનુસાર હિંસાનો મુખ્ય ષડયંત્રકાર બર્જીદર સિંહ પરવાના છે. અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 22 આરોપી હજુ ફરાર છે. હિંસાના મામલામાં 25 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. કેસમાં જેમના નામ ખુલ્યા છે તેમાંના મોટાભાગના લોકો સિમરનજીત સિંહ માનની પાર્ટી સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.


આઈજી પટિયાલાએ કહ્યું કે પરવાના પર આરોપ છે કે તે મુખ્ય કાવતરાખોર છે અને તેણે આખી યોજના ઘડી છે, તેની ધરપકડ હજુ બાકી છે. ધરપકડ કરાયેલા 3 આરોપીઓ હરીશ સિંગલા, કુલદીપ સિંહ દંથલ અને દલજીત સિંહ છે. મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ બરજિંદર સિંહ પરવાનાની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આઈજીએ જણાવ્યું કે હરીશ સિંગલાને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવશે. ચાર્જશીટ દાખલ કર્યા બાદ તેઓને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આઈજીએ કહ્યું કે આ મામલે કોઈ બાંધછોડ  કરાશે નહી. કાયદા પ્રમાણે કામ કરવામાં આવશે. આઈજીએ કહ્યું કે શાંતિ સમિતિના સભ્યોએ અમને ખાતરી આપી છે કે શહેરમાં કોઈ પણ સરઘસમાં આવું વાતાવરણ સર્જાશે નહીં. મુખ્ય કાવતરાખોર બરજિંદર સિંહ પરવાના ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે, તેની સામે 4 FIR નોંધવામાં આવી છે.


પટિયાલાના એસએસપી દીપક પરિકીએ કહ્યું છે કે કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ સેવાઓ ફરીથી શરૂ કરી દેવાઇ છે. લોકોમાં આત્મવિશ્વાસ છે. શાંતિ સ્થાપના સમિતિની બેઠક યોજાઈ, સૌ કોઈ શાંતિ ઈચ્છે છે. પંજાબ સરકારે શનિવારે પટિયાલા જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. જિલ્લા વહીવટીતંત્ર તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. પટિયાલાના કાલી મંદિર અને જ્યાં અથડામણ થઈ હતી ત્યાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.


ગરમીમાં આ રીતે રાખો તમારા વાળની સાર સંભાળ, ઘરેલૂ નુસખાથી બનાવો સિલ્કી


La Liga 2022: રિયલ મૈડ્રિડે જીત્યો રેકોર્ડ 35મી વખત ખિતાબ, કાર્લો એન્સેલોટી બન્યા આ કારનામું કરનાર દુનિયાના પ્રથમ મેનેજર


Mirzapur 3: વેબ સિરીઝ મિર્ઝાપુરની ત્રીજી સીઝન ક્યારે આવશે? જાણીને ફેન્સ ખુશ થઇ જશે


IPL 2022: જાડેજાએ છોડી કેપ્ટનશિપ, ધોની ફરીથી બન્યો સીએસકેનો કેપ્ટન