અતિભારે વરસાદને લઈને IMDએ શું આપી મોટી ચેતવણી? કઈ તારીખે ક્યા-ક્યા રાજ્યોમાં તુટી પડશે ધોધમાર વરસાદ?
abpasmita.in | 19 Aug 2019 08:07 AM (IST)
ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ઉત્તર ભારત માટે ભારે માનવામાં આવી રહ્યા છે. કારણ કે ઉત્તર ભારતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ઉત્તર ભારત માટે ભારે માનવામાં આવી રહ્યા છે. કારણ કે ઉત્તર ભારતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગ પ્રમાણે, હરિયાણાના મધ્ય વિસ્તારમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. વર્તમાન પશ્ચિમી ડિસ્ટબર્નસથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી સહિતના રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નજીકના વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ રચાયું છે જે ગંગાટોક પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં આગામી 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગામી બે દિવસ હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ જોવા મળી રહ્યો છે. મનાલી અને કુલ્લુ જેવા જિલ્લામાં વરસાદને કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું હતું. જેના કારણે મુસાફરો અને સ્થાનિક લોકોનું મુશ્કેલીનો સામનો કરવી પડી રહ્યો છે. 18 ઓગસ્ટે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટની ચેતવણી જાહેર કરી છે. આ ઉપરાંત ગંગાટોક પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કારાઇકલ, બિહાર અને છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના છે. 19 ઓગસ્ટે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢમાં ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં વીજળી સાથે વાવાઝોડું પણ આવી શકે છે. 20 ઓગસ્ટે કેરળ, કોસ્ટલ કર્ણાટક, પૂર્વી ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના છે. અહીં 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. માછીમારોને અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. 21 ઓગસ્ટે કેરળના કેટલાક ભાગોમાં દક્ષિણ કર્ણાટકના દરિયાઈ અને આંતરિક ભાગો, અંડમાન અને નિકોબાર આઇલેન્ડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ અને છત્તીસગ ઢમાં ભારે વરસાદની ચેતવણી છે.