Bihar Monsoon Update: છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. ઉત્તર પ્રદેશ, બિહારમાં તાપમાનમાં ઘટાડો થયો છે જેના કારણે લોકોને રાહત મળી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં બિહારમાં વરસાદની આગાહી કરી છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર, પટનામાં આગામી ચાર દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારબાદ ત્રણ દિવસ સુધી વરસાદ પડશે. આ દરમિયાન ગાજવીજ સાથે તોફાન પણ આવી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, પટનામાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે.


પટનામાં 22 મેથી હવામાનમાં ફેરફાર થશે અને ત્રણ દિવસ સુધી વરસાદ વરસી શકે છે. 24 મે સુધી વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઇ શકે છે. 24 મેના રોજ લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે. બિહારના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. 22 મેથી ભાગલપુરમાં પણ વરસાદની સંભાવના છે. ત્રણ દિવસ સુધી હળવો વરસાદ વરસી શકે છે.  


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વ ઉત્તર પ્રદેશમાં 20 જૂનથી ચોમાસું શરૂ થઈ શકે છે. હવામાન વિભાગની આ આગાહીથી લોકોને રાહત મળી છે.


India Squad For England: સૂર્યકુમાર અને જાડેજા ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તૈયાર, આ ઘાતક ખેલાડીનો નહીં થાય સમાવેશ


Gujarat Agriculture News: ગુજરાત સરકારે છેલ્લા સાત વર્ષમાં કુદરતી આફતો સામે ખેડૂતોને કેટલી આપી સહાય ? જાણો વિગત


Hardik Patel Resigns: હાર્દિક પટેલના રાજીનામા બાદ વાયરલ થયું તેનું બે વર્ષ જૂનું ટ્વિટ, જાણો શું લખ્યું હતું


Coca Cola Maggi: આ માણસે કોકા-કોલામાંથી બનાવી Maggi, વીડિયો થયો વાયરલ


LIC Listing Update: LIC નું નબળું લિસ્ટિંગ કેમ થયું? સરકારે આપ્યું આ કારણ.....