IMD Weather: દેશની રાજધાની દિલ્હી સહિત કેટલાય રાજ્યોમાં વરસાદ પડ્યો, અને આ કારણે લોકોને છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીથી રાહત મળી છે. શનિવારે (22 એપ્રિલ) સાંજે દિલ્હી અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. આ કારણે તાપમાનમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો છે. IMD તરફથી હવે મળેલી જાણકારી અનુસાર, રવિવારે (23 એપ્રિલ) દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વિભાગના અપડેટ મુજબ આગામી પાંચ દિવસ સુધી દેશમાં હીટવેવની શક્યતા ઓછી દેખાઇ રહી છે. આ ઉપરાંત રવિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નરવાના, કરનાલ, ફતેહાબાદ, પાણીપત, આદમપુર, હિસાર, ગોહાની આસપાસના વિસ્તારોમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત ચુરુ, નાગૌર, હનુમાનગઢ, ઝુનઝુનુ સહિતના જિલ્લાઓ અને જયપુરની આસપાસના વિસ્તારોમાં અનેક સ્થળો પર 20-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે અને હળવા વરસાદની આશા છે. આગામી પાંચ દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાયલસીમા, આંતરિક કર્ણાટક, તમિલનાડુ, છત્તીસગઢ અને કેરળમાં પણ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.
કરા પણ પડી શકે છે -
હવામાન વિભાગની આગાહી અનુસાર, બેંગલુરું, ચેન્નાઈ, હૈદરાબાદ, કૉચી, તિરુવનંતપુરમ, વિશાખાપટ્ટનમ અને અન્ય ક્ષેત્રોમાં પણ વરસાદની સંભાવાના છે. વેધર ચેનલની મેટ ટીમે રવિવારે તામિલનાડુ અને રાયલસીમાના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ રહેવાની આગાહી વ્યક્ત કરી છે.
ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ રવિવારે એક-બે જગ્યાએ ગાજવીજ સાથે વરસાદની પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી, ચમૌલી, વિધીગઢના વિસ્તારોમાં ભારે વરસાદ અને કેટલીય જગ્યાએ ખુબ જ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. જેના કારણે રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, તેલંગાણા, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આંદામાન-નિકોબાર અને સિક્કિમમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. ઓડિશાના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની સંભાવના છે.
બિહારમાં પણ વરસાદના કારણે લોકોને ગરમી અને આકરા તડકા થોડી રાહત મળી છે. હવામાન વિભાગના પટના કેન્દ્રની જાણકારી અનુસાર, બિહારમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેવાની આગાહી છે. આ ઉપરાંત નાલંદા અને ગયા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની પડવાની સંભાવના છે. મધ્યપ્રદેશના રીવા, ઉજ્જૈન, જબલપુરમાં વરસાદ પડી શકે છે, જેના કારણે આજે હવામાન શુષ્ક રહેશે.