Cycling:સાયક્લિગથી માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ પર્યાવરણને પણ ફાયદો થાય છે. કારણ કે તે પ્રદૂષણ રહિત વાહન છે. સાયકલની ત્રીજો ફાયદો છે, તેને યુઝ કરવા માટે વધુ ખર્ચ નથી કરતો પડતો. નિયમિત સાયક્લિંગથી સ્વાસ્થ્યલક્ષી પણ અનેક ફાયદા થાય છે. સાયક્લિંગથી ફેટ અને કેલેરી બર્ન થાય છે.
સાયક્લિંગને અસરદાર બનાવવાની ટિપ્સ
સાયક્લિંગને અસરકારક બનાવવા માટે કેટલીક વાતોને જાણવી જરૂરી છે. સાયકલ ચલાવવી એક કાર્ડિયો વર્કઆઉટ છે. સાયક્લિંગમાં 20 મિનિટ ચલાવ્યાં બાદ ફેટ બર્ન થવાનું શરૂ થાય છે. જેથી જરૂરી છે કે 30મિનિટથી વધુ સાયક્લિંગ કરવામાં આવે. જો વજન ઓછું કરવા માટે આપ સાયક્લિંગ કરતા હો તો સાયક્લિંગ કરતા પહેલા કેટલીક ટિપ્સ સમજીી લેવી જરૂરી છે.
સાયક્લિંગ ચલાવવાની ટિપ્સ
સાયક્લિંગથી વજન અવશ્ય ઉતરે છે પરંતુ નિયમિત 30મિનિટથી વધુ સાયક્લિંગ કરવું જોઇએ. સાયક્લિંગ પહેલા અને બાદ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ચોક્કસ કરો. કારણ કે તે પીઠમાં દબાણ અને માંસપેશીના ખેચાણમાં રાહત આપે છે.પ્રતિ સપ્તાહ એક કિલોના દરે વજન ઓછું કરવાનું લક્ષ્યાંક નક્કી કરો. એક વખત આપ સાયક્લિંગને આપનુી આદત બનાવી લેશો તો આ સાયક્લિંગનો સમય 30મિનિટથી વધુ વધારી શકો છો.
ખાસ રીતે સાયક્લિંગ પેટની ચરબીને ઓછી કરવામાં મદદરૂપ થાય છે. શક્ય હોય તો નિયમિત ઓફિસ જવા માટે પણ સાયકલનો ઉપયોગ કરો. એ્કસપર્ટનું માનવું છે કે, જો આપ વજન ઉતારવાના હેતુથી સાયક્લિંગ કરતા હો તો 30 મિનિટથી વધુ કરવાનું લક્ષ્યાંક રાખો. સાયક્લિંગ કરતી વખતે અંતર પર ફોકસ કરવાના બદલે સમય પર ફોક્સ કરો. જો એક કલાકથી વધુનો સમય આપશો તો થોડા સમયમાં જ સાયક્લિંગથી વજન ઉતરશે. એક્સપર્ટના મત મુજબ સાયક્લિંગ શરૂ કર્યાંના 220 મિનિટ બાદ ફેટ બર્ન થવાનું શરૂ થાય છે. જેથી આપ જ્યારે વજન ઉતારવાના મક્સદથી સાયક્લિંગ કરતા હો તો તેની અવધિ ધીરે ધીરે 30 મિનિટથી વધારીને કલાક સુધીની કરવાનો પ્રયાસ કરો. તેનાથી પેટ પર જમા ચરબી ઉતારવમાં મદદ મળશે.