નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતાં કહ્યું કે, જે લોકોનું મોત કોરોનાથી થયું હશે તેના પરિવારજનોને દિલ્હી સરકાર તરફથી 50000 રૂપિયાની રકમ આપવામાં આવશે. આર્થિક મદદની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે, જે પરિવારમાં લોકોના મોત થયા છે તેના ઘરે સરકાર તરફથી કર્મચારી જશે અને આ રકમ આપશે.
મુખ્યમંત્રી કેજરીવાલે આ દરમિયાન બીજી બે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે, જે બાળકોના માતા પિતાના મોત કોરોનાથી થયા છે તેના 25 વર્ષ થવા સુધી દરમ હિને અઢી હજાર રૂપિયા દિલ્હી સરકાર તરફથી આપવામાં આવશે.
આ દરમિયાન મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ બાળકના માતા અથવા પિતાનું મોત પહેલા જ થઈ ગયું હોય અને કોરોના દરમિયાન બાળકે તેમને પણ ગુમાવી દીધા હોય તો તેવા બાળકને પણ 25 વર્ષ થવા સુધી અઢી હજાર રૂપિયા દર મહિને મળશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનામાં એવા લોકોના પણ મોત થયા છે જે કમાઈને પોતાના પરિવારનું ઘર ચલાવતા હતા એવા લોકોને પણ દર મહિને કેટલીક રકમ આપવામાં આવશે. જોકે તેમણે એ ન કહ્યું કે, એવા લોકોના પરિવારને કેટલી રકમ આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં એ પણ કહ્યું કે, જે લોકો કાગળ ચેક કરવા માટે આવશે તે કોઈ ખામી નહીં કાઢે. કારણ કે કોરોનાથી મોતને કારણે પરિવારજન પહેલાથી જ દુખી છે અને એવા સમયમાં કોઈ ખામીઓ કાઢીને તેને પરેશાન ન કરવા જોઈએ.
તેમણે કહ્યું કે, અમે બધા એટલે કે દિલ્હી સરકાર લોકોની મદદ માટે છે ન કે પરેશાન કરવા માટે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોરોનામાં જે પરિવારજનોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેવા સમયે તેની સાથે ઉભા રહેવાનો સમય છે.
કેબિનેટ વિસ્તરણ પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય, મંગુભાઈ પટેલની MPના રાજ્યપાલ તરીકે નિમણૂક