ઇમરાન ખાન 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના નવા વડાપ્રધાન પદના લઇ શકે છે શપથ
abpasmita.in
Updated at:
05 Aug 2018 11:30 AM (IST)
NEXT
PREV
નવી દિલ્હીઃ ઇમરાન ખાન પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ એટલે કે 14 ઓગસ્ટના રોજ વડાપ્રધાન પદના શપથ લઇ શકે છે. ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ દેશમાં 25 જૂલાઇના રોજ પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. પાર્ટીએ 270 બેઠકોમાંથી 116 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
આ અગાઉ 30 જૂલાઇના રોજ ઇમરાન ખાને 11 ઓગસ્ટના રોજ શપથ લેવાની ઇચ્છા જાહેર કરી હતી. તેમની પાર્ટીએ જાહેરાત કરી હતી કે તેમણે બહુમતની સરકારની બનાવવા માટે ગઠબંધન કરવા વાતચીત મારફતે નીચલા સદનમાં પૂરતી સીટો મેળવી લીધી છે. અંતરિમ કાયદા મંત્રી અલી ઝફરે ગઇકાલે ડોન ન્યૂઝપેપરને જણાવ્યું હતું કે, મારી અને અંતરિમ વડાપ્રધાન સેવા નિવૃત જજ નસીરૂલ મુલ્કની ઇચ્છા છે કે નવા વડાપ્રધાનના શપથગ્રહણ 14 ઓગસ્ટના રોજ યોજાય.
ઝફરે કહ્યું કે, 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટના રોજ અસેમ્બલીનું નવું સત્ર બોલાવવામાં આવી શકે છે. જો આ 11 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે તો વડાપ્રધાન પદના શપથ 14 ઓગસ્ટના રોજ યોજાઇ શકે છે અને તે દિવસે રાષ્ટ્રપતિ મમનૂન હુસેન નવા વડાપ્રધાનને શપથ લેવડાવી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -