શ્રીનગરમાં ઠંડી અને વરસાદઃ સતત પાંચમાં દિવસે પણ હાઇવે પર લાગી હજારો ગાડીઓની લાંબી લાઇનો
abpasmita.in | 19 Dec 2019 08:15 AM (IST)
તંત્રનુ કહેવુ છે કે, જો ગુરુવારનુ હવામાન પણ સારુ નહીં રહે તો પહેલા હાઇવે પર જમ્મુથી શ્રીનગર જવાવાળા યાત્રિકોને રવાના કરવામાં આવશે
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા અને વરસાદના કારણે પરિસ્થિતિ વિકટ બની ગઇ છે. ખરાબ હવામાનના કારણે સતત પાંચ દિવસથી જમ્મુ-કાશ્મીર નેશનલ હાઇવે બંધ થઇ ગયો છે. જેના કારણે ત્યાંથી પસાર થતાં હજારો વાહનો ટ્રાફિકમા ફસાઇ ગયા છે. ઠંડીનુ જોર વધતા હવામાન બગડ્યુ છે, ક્યાંક વરસાદ પડી રહ્યો છે ક્યાંક હાડ ગાળતી ઠંડી પડી રહી છે, જેના કારણે હાઇવ જામ થઇ ગયો છે. હજારો વાહનો ટ્રાફિકમાં ફસાઇ જતાં શ્રીનગરથી આગળ ખાવા-પીવાની વસ્તુઓ, અને અન્ય માલ સામાનથી લોકો વંચિત થયા છે. લગભગ અહીં કેટલાય કિલોમીટર સુધી ટ્રકો અને અન્ય વાહનોની લાંબી લાઇનો લાગી છે. તંત્રનુ કહેવુ છે કે, જો ગુરુવારનુ હવામાન પણ સારુ નહીં રહે તો પહેલા હાઇવે પર જમ્મુથી શ્રીનગર જવાવાળા યાત્રિકોને રવાના કરવામાં આવશે.