નવી દિલ્લીઃ સુરક્ષાને લઇને થયેલી કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને મૉક ડ્રિલને લઇને બ્રિફ કરવામાં આવ્યા હતા. પીએમ મોદી તમામ એક્ઝિટ રૂટ અંગે જાણકારી આપવામાં આવી હતી. તેની સાથે પીએમ મોદીને એ પણ જણાવામાં આવ્યુ કે, ઇમરજન્સી થાય તો તેમને શુ કવરાનું છે.
પીએમ મોદીની સુરક્ષાની સાથે સાથે સાઉથ બ્લૉકમાં તેમના રૂટને પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે. તે સાથે જ પીએમ મોદીના સ્પેશિયલ કાફલામાં આર્મ્ડ વ્હીકલને પણ જોડવામાં આવ્યા છે. આ આયોજન ડીઆરડીઓએ વિશેષ કર્યું છે. આ વ્હીકલ અત્યાર સુધી પીએમ મોદીના ઘરે તૈનાત હતું જેને હવે કાફલામાં સમાવેશ કરવામાં આવશે.
VVIPsની સુરક્ષા વધારવાનો આદેશ
કેબિનેટની બેઠકમાં પીએમ નરેંદ્રર મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સુરક્ષા વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સર્જીકલ સ્ટ્રાઇક બાદ સુરક્ષા એજેન્સીઓને ખાનગી ઇનપુટ મળ્યા છે જેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.