લખનઉ: અખિલેશ યાદવે એક હાઈ-ટેક મર્સિડીઝ બસમાં પોતાના વિકાસ રથ યાત્રાની શરૂઆત કરી દીધી છે. એ વખતે અખિલેશના દાર્શનિક પહેલૂ સામે આવ્યો, જેમાં તેમને પરિવાર અને ખાસ કરીને પિતા મુલાયમ સિંહ યાદવ સાથે થયેલા ટકરાવ વિશે વાત કરી હતી. અખિલેશે કહ્યું ‘મહાભારત અને રાજનીતિમાં વિજયી તે થાય છે જે સાચું હોય છે અને સત્યના રસ્તા પર ચાલે છે.’


એક સપ્તાહથી ચાલી રહેલા પારિવારિક ટકરાવ પછી યાદવ પરિવારે એકજૂથતાનું પ્રદર્શન કરતા અખિલેશ યાદવની ચૂંટણી અભિયાનનું રણશિંગૂ ફૂકતા ત્યાં ઉપસ્થિત પિતા મુલાયમ અને કાકા શિવપાલ યાદવ હાજર હતા. તમને જણાવી દઈએ કે બે સપ્તાહથી અખિલેશ, શિવપાલ અને મુલાયમ સિંહ યાદવની વચ્ચે એક સાર્વજનિક બેઠકમાં તૂ તૂ મેં મેં થઈ ગઈ હતી.

મર્સિડીજ રથમા હાજર અખિલેશની પત્ની ડિંપલ કહે છે જે થયું તે ભવિષ્ય હતુ. મોટા માણસોની હાજરી પાર્ટીને પ્રોત્સાહન વધારે છે. આ યાત્રામાં અખિલેશની સાથે ડિંપલ અને તેના ત્રણ બાળકો પણ હતા. સામાન્ય રીતે મીડિયા સામે ચૂપ રહેનાર ડીંપલે આ અભિયાન વિશે કહ્યું કે, ‘અમે સાથે મળીને પ્લાન બનાવ્યો છે. જ્યારે જ્યારે મને પૂછવામાં આવ્યું ત્યારે મેં પોતાનો અભિપ્રાય આપ્યો હતો.’