નવી દિલ્હીઃ જેએનયૂમાં એક લાપતા વિદ્યાર્થીને લઈને ચાલી રહેલ પ્રદર્શન મોડી રાત્રે ત્યારે ગંભીર બની ગયું જ્યારે આંદોલનકારી વિદ્યાર્થીઓએ કુલપતિ અને અન્ય ઉચ્ચ અધિકારીઓને પ્રશાસનિક ભવનમાં બંધ કરી દીધા. કેમ્પસ બહાર અંદાજે 300 વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું. યૂનિવર્સિટીના કુલપતિ એમ જગદીશ કુમારે કહ્યું, અમે ઇમારતની અંદર દિવસે 2.30 કલાકથી બંધ છીએ. અમારી સાથે એક મહિલા સહકર્મી પણ છે જે અસ્વસ્થ્ય થઈ ગયી કારણ કે તેમને ડાયાબિટીસની બિમારી છે.
બીજી બાજુ જેએનયૂના વિદ્યાર્થીઓએ પોતાનો પક્ષે બચાવ કરતાં દાવો કર્યો કે કોઈને પણ ગેરકાયેદસર રીતે બંધક બનાવવામાં આવ્યા નછી. જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ મોહિત પાંડેયે કહ્યું, અમે જેએનયૂના પ્રશાસનિક ભવનમાં કોઈને પણ ગેરકાયેદસર રીતે બંધક બનાવ્યા નથી. વીજળી અને અન્યતમામ પ્રકારની સુવિધા છે. અમે અંદર ફૂડ પણ મોકલાવ્યું છે.
યૂનિવર્સિટીના એક વિદ્યાર્થી નજીબ અહેમદ 15 ઓક્ટોબરથી લાપતા છે. તેના ગુમ થવાને કારણે ગઈકાલે રાતે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. યૂનિવર્સિટીના એક વિદ્યાર્થી સંગઠનનો આરોપ છે કે પ્રશાસન નજીબના મમલે મૌન છે. નજીબ અહેમદ જેએનયૂમાં બાયોટેક્નોલોજીનો વિદ્યાર્થી છે. આરોપ અનુસાર 14 ઓક્ટોબરના રોજ માહી માંડવી હોસ્ટેલમાં એબીવીપીના એક વિદ્યર્થીની સાથે તેની લડાઈ થઈ હતી અને તેના બીજા દિવસથી તે ગુમ છે.
ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપી (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)એ લાપતા વિદ્યાર્થી પર જ મારપીટનો આરોપ લગાવ્યો હતો પરંતુ ગાયબ થયા બાદતી જેએનયૂએસયૂ (જવાહર લાલ યનિવર્સિટી સ્ટૂડન્ટ યૂનિયન) આ મુદ્દે એબીવીપીને જ ઘેરવામાં લાગી છે. આ સમગ્ર ઘટનાની તપાસ અને નજીબ અહેમદના ગાયબ હોવાના મુદ્દાને લઈને આ વિદ્યાર્થીઓએ અંદાજે 8 કલાક સુધી વીસીની ઓફિસનો ઘેરાવ કર્યો.