નવી દિલ્લી: આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદીને 1990માં આતંકવાદની એવી હવા ચલાવી કે કાશ્મીરી પંડિત ઘાટીમાંથી પલાયન થવા મજબૂર થયા હતા. હવે આ આતંકી સંગઠને એક વીડિયો જાહેર કરીને કાશ્મીરી પંડિતોને સુરક્ષાનું આશ્વસન આપ્યું હતું. સંગઠને કહ્યું કે, તે શીખ યુવકોનું એક અલગ સમૂહ બનાવવા માટે એક યોજના ઘડી રહ્યું છે.
આ સંગઠનના કમાંડર જાકિર રશીદ ભટ ઉર્ફ ‘મુસા’એ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, અમે કાશ્મીરી પંડિતોને પોતાના ઘરોમાં પાછા ફરવાનો આગ્રહ કરી રહ્યા છીએ. અમે તેમની સુરક્ષાની જવાબદારી લઈ રહ્યા છીએ.’
જુલાઈ મહીનામાં હિજબુલ આતંકી બુરહાન વાનીને ઠાર મરાયા પછી તેના ઉત્તરાધિકારી તરીકે મૂસાને બનાવવામાં આવ્યો છે. મૂસાએ કહ્યું, ‘મને એ પંડિતોને જોવા માંગુ છું જે ક્યારેક કાશ્મીર છોડીને ગયા નથી. તેમને કોણે હેરાન કર્યો અને કોણે માર્યા?
જો કે, 90ના દશકમાં જ્યારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમાએ હતો, ત્યારે ઘણાં કાશ્મીરી પંડિતોને પોતાનું ઘર છોડીને ભાગવા પર મજબૂર થયા હતા. આતંકીઓ કાશ્મીરી પંડિતોને પોતાના નિશાન બનાવી રહ્યા હતા. જેના લીધે પંડિત કાશ્મીરમાં પોતાનું ઘર છોડીને જમ્મુ અને દેશના બીજા વિસ્તારોમાં ભાગી ગયા હતા.