મલકાનગિરીઃ એક વખત ફરી માનવતાનું રામ નામ સત્ય થઈ ગયું. સમાજ અને સિસ્ટમને શરમમાં મૂકે તેવી તસવીર આ વખતે ઓડિશાથી આવી છે. છ વર્ષની બાળકીનું એમ્બ્યુલન્સમાં મૃત્યુ થઈ ગયું તો એમ્બ્યુલન્સે શબને ઘર પહોંચાડવાની ના પાડી દીધી. છ કિલોમીટર સુધી બાળકીના શબને લઈને પિતા રોડ પર ચાલતા રહ્યા. તેના માટે જવાબદાર કોઈ અન્ય નહીં પરંતુ આપણી સિસ્ટમ અને આપણો સમાજ છે.
એમ્બ્યુલન્સમાં થઈ ગયું હતું મૃત્યુ
છ વર્ષની બીમાર દિકરી વર્ષની સારવાર માટે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરાવવામાં આવી હતી. જ્યાંથી ગઈકાલે મલકાનગિરીની હોસ્પિટલ માટે રીફર કરવામાં આવી. એમ્બ્યુલન્સમાં બીમાર દિકરીને લઈને માતા પિતા રવાના થયા. પરંતુ રસ્તામાં જ દિકરીનું મૃત્યુ થઈ ગયું. આ અંગે જવી જ એમ્બ્યુલન્સમાં હાજર કર્મચારીને ખબર પડી એટલે તેણે શબને ઘરે લઈ જવાની ના પાડી દીધી.
કલેક્ટરને આપ્યા તપાસના આદેશ
રસ્તામાં કેટલાક લોકો મળ્યો તો મુકુંદે આ અંગે લોકોને જણાવ્યું. ત્યાર બાદ લોકોએ એક ખાનગી ગાડીની વ્યવસ્થા કરી અને વર્ષાના શબને પોતાના ગામ સુધી પહોંચાડ્યું. મીડિયામાં સમગ્ર ઘટના સામે આવ્યા બાદ કલેક્ટરને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા. એમ્બ્યુલન્સમાં હાજર સ્વાસ્થ્ય કર્મચારીની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પહેલા દાના માંઝી અને હવે મુકુંદ
મુકુંદ પણ આદિવાસી છે અને આ પહેલા વિતેલા સપ્તાહે એમ્બ્યુલન્સ ન મળવાને કારણે આદિવાસી દાના માંઝીને પણ પોતાની પત્નીના મૃતદેહને ગાંસડી બનાવને ઉઠાવવો પડ્યો હતો. આ બન્ને અમાનવીય ઘટના ઓડિસાની છે જ્યાં વિતેલા 16 વર્ષથી નવીન પટનાયકની સરકાર છે. હાલમાં દાના માંઝીના કેસમાં કેન્દ્ર સરકારે ઓડિશા સરકારે પાસે અહેવાલ માગ્યો છે.