નવી દિલ્લી: એક જ દિવસમાં આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યની ધકપરડ થતા કેજરીવાલ ભડક્યા હતા. નરેશ યાદવની પંજાબ પોલીસે ધાર્મિક પુસ્તકના અપમાનના મામલામાં ધરપકડ કરાઈ છે. તો દિલ્લીમાં મહિલાએ લગાવેલા છેડતીના આરોપમાં અમાનતુલ્લા ખાનની ધરપકડ કરાઈ છે. જેના કારણે દિલ્લીમાં રાજનીતિ ગરમાઈ છે.


આપના બે ધારાસભ્યની એક જ દિવસે ધરપકડ થતા કેજરીવાલ ભડક્યા હતા. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેમની પાછળ પડી ગઈ છે. તેમની પાછળ સીબીઆઈ, ઈડી અને રોને લગાવવામાં આવ્યા છે.

અમાનતુલ્લા આમ આદમી પાર્ટીમાંથી ધરપકડ થયેલા દસમાં ધારાસભ્ય છે. અમાનતુલ્લાએ એક મહિલા સાથે 10 જુલાઈના રોજ ખરાબ વ્યવહાર, છેડતી અને હત્યા કરવાની કોશિશ કરવાના મામલામાં ધરપકડ કરાઈ છે. આ મામલે દિલ્લી પોલિસે જણાવ્યું હતું કે 22 જુલાઈએ મહિલાએ સીઆરપીસીની કલમ 164 પ્રમાણે મજિસ્ટ્રેટની સામે આપેલા  નિવેદનમાં મહિલાએ એમ પણ કહ્યું હતું કે એક ગાડીએ તેમને ટક્કર મારવાની કોશિશ કરી હતી. જેમાં ધારાસભ્ય અમાનતુલ્લા બેઠા હતા.

આ તમામ આરોપો પર આપ પાર્ટીએ શનિવારે એક સીડી જાહેર કરી દાવો કર્યો હતો કે એક એસએચઓના દબાવમાં આવીને મહિલાએ છેડતી અને ધમકીનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીએ સવાલ કર્યો હતો કે અમાનતુલ્લાની ધરપકડ કરતા પહેલા પોલીસે સીડીની સચ્ચાઈની તપાસ કેમ કરાવી નહીં? આરોપ લગાવનારી મહિલા ત્રણ-ત્રણ વાર તેનું નિવેદન બદલી ચૂકી છે. તો પછી તેની ધરપકડ કેમ કરવામાં આવતી નથી?

અમાનતુલ્લાની ધરપકડ પર દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું હતું કે, ‘પીએમ મોદીએ અમારા વધુ એક ધારાસભ્યની ધરપકડ કરાવી છે.’

વધુમાં તેઓએ કહ્યું હતું કે, ‘આનંદીબેને ગુજરાતમાં દલિતો-પાટીદારોને ખોટા કેસમાં ફસાવી રહી છે, દિલ્લીમાં પીએમ આપના ધારાસભ્યોને ખોટા કેસમાં ફસાવી રહી છે. દિલ્લી અને ગુજરાતમાં એક સાથે લડાઈ થશે.’