નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટીથી કાઢવામાં આવેલા યોગેંદ્ર યાદવે રાજકીય પાર્ટી બનાવી છે. વિશ્વનિય સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ 31 જૂલાઇએ યોગેદ્ર યાદવ નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. પાર્ટીની ઓપચારિક્તાઓને લઇને પણ જલ્દી જાહેરાત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીનું નામ સ્વરાજ શબ્દ જરૂર હશે.

નવી પાર્ટીની કમાન યોગેંદ્ર યાદવ સંભાળી શકે છે. આ પહેલા યોગેદ્ર યાદવ આમ આદમી પાર્ટીમાથી કાઢી નાખવામાં આવ્યા બાદ યોગેંદ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, આનંદ કુમાર, અજીત ઝા વગેરે સાથે મળીને સ્વરાજ અભિયાન નામનું સંગઠન બનાવ્યું હતું. જેના સંયોજક આનંદ કુમાર છે. રાજકીય પાર્ટી બનાવ્યા બાદ પણ સ્વરાજ અભિયાન સંગઢન યથાવત રહેશે

સ્વરાજ અભિયાન મીડિયા પ્રભારી અનુપમ એબીપી ન્યુઝ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, 6 રાજ્યો અને 100 થી વધુ જિલ્લામાં સ્વરાજ અભિયાન એકમો બનાવી દેવામાં આવ્યા છે. 31 જુલાઇએ દિલ્લીમાં સ્વરાજ અભિયાન સંગઠનના ચુંટાયેલા પ્રતિનિધીયોની બેઠકમાં નવી પાર્ટીનો પ્રસ્તાવ આવી શકાય છે.