નવિ દિલ્લીઃ એરપોર્ટ ઓર્થોરિટી ઑફ ઇંડિયાએ જાહેરાત કરી છે કે, દેશના 22 નાના શહેરોમાં એરપોર્ટ હવાઇ સેવા માટે તૈયાર છે. નાન શહેરો વચ્ચે હવાઇ સંપર્ક અંગે જાહેર થયેલી નીતિ બાદ એરલાઇન્સ કંપનીઓ પાસેથી આવી હવાઇ સેવા શરૂ કરવા માટે બોલી મંગાવવામાં આવશે. ગુજરાતમાંથી આ સેવાનો લાભ જામનગર અને ભાવનગરને મળશે.
125 કરોડના દેશમાં દર વર્ષે 8 કરોડ હવાઇ મુસાફરીની ટિકિટ કપાય છે. દેશમાં મોટા ભાગની હવાઇ સેવા મોટા શહેરો વચ્ચે જ શરૂ થયેલી છે. હવે વધુને વધુ શહેરો સસ્તી હવાઇ મુસાફરી કરી શકે તેના માટે સરકાર એક નવી નીતિની જાહેરાતની તૈયારીમાં છે. AAIના જણાવ્યા અનુસાર નાના શહેરોના એરપોર્ટ સેવા શરૂ કરવા માટે તૈયાર છે. જેમા કોઇ પણ સમયે હવાઇ સેવા શરૂ કરી શકાય છે.
એરપોર્ટ ઑર્થોરિટી ઑફ ઇંડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહોપાત્રાએ જણાવ્યું હતું કે, નીતિ અધિસૂચિત થયા બાદ એરલાઇન્સને પ્રસ્તાવ આપવાનું કહેવામાં આવશે અને સસ્તી સેવા આપવા માટે તૈયાર થશે તેને હવાઇ સેવા શરૂ કરવાનો અધિકાર આપવામાં આવશે.