નવી દિલ્લી: જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ આવી રહ્યું નથી. મંગળવારે પણ ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘનની આડમાં સીમા પારથી આતંકીઓની ઘૂસણખોરીની પાકિસ્તાન તરફથી નવું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જો કે, ભારતીય જવાનોએ તેમની મુરદો પુરી થવા દીધી નહોતી. અને તેના સામે મૂંહતોડ જવાબ આપવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં 10 આતંકીઓ ઠાર મરાયા હતા. હાલ સરહદ પર સંઘર્ષ ચાલુ છે. જવાનોએ પુરા વિસ્તારમાં નજર તેજ કરી દીધી છે.

બીજી બાજપ હંદવાડામાં પણ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. આ સંઘર્ષમાં 1 જવાબ શહીદ થઈ ગયો છે. સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. ઑપરેશન હાલ ચાલુ છે.