Fact check:કોરોનાની મહામારીના સમયમાં સોશિયલ મીડિયા પર કોવિડના લક્ષણો અને તેના ઇલાજને લઇને જુદી જુદી પોસ્ટ વાયરલ થઇ રહે છે, હાલ કોવિડ-19ના લક્ષણોને લઇને એક પોસ્ટ વાયરલ થઇ છે,. આ પોસ્ટનું શું સત્ય છે.
કોરોનાની મહામારીના સમયમાં સોશિયલ મીડિયા પર કોવિડના લક્ષણો અને તેના ઇલાજને લઇને જુદી જુદી પોસ્ટ વાયરલ થઇ રહે છે, હાલ કોવિડ-19ના લક્ષણોને લઇને એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં ત્રીજી લહેરમાં કોરોનાના દર્દીને કફ-તાવ નહીં થાય પણ સાંધા-ગળા-માથામાં જોરદાર દુઃખાવો થશે, તેવો દાવો થઇ રહ્યો છે.
થર્ડ વેવમાં લક્ષણોને લઇને શું થઇ રહ્યો છે દાવો
- કોરોનાના થર્ડ વેવમાં કેવા લક્ષણો જોવા મળશે, જેને લઇને એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ પોસ્ટ શું છે.
- ત્રીજી લહેરમાં કોરોનાના દર્દીને કફ-તાવ નહીં થાય પણ સાંધા-ગળા-માથામાં જોરદાર દુઃખાવો થશે.
- કોવિડના અલગ અલગ વેરિયન્ટના કારણે થર્ડ વેવમાં મૃત્યુદર વધશે અને પીક પર પહોંચવામાં બહુ ઓછો સમય લેશે, કેટલાક કેસમાં લક્ષણો વિનાના દર્દીમાં પણ મૃત્યુનું જોખમ રહેશે,
- કોરોનાની થર્ડ વેવમાં વાયરસમાં નાકમાં વાયરસ નહીં દેખાય. તે સીધો ફેફસામાં ઉતરી જશે.
- કોવિડ વાયરસ સીધો ફેફસામાં ઉતરી જતો હોવાથી નાકમાંથી લીધેલ સેમ્પલ નેગિટિવ આવે પરંતુ તે વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોઇ શકે છે.
- આપણે જોયું હતું કે, સામાન્ય તાવ, કફ, કે ગળામાં દુખાવની ફરિયાદ ન હોય તેવા લોકોનો એક્સરે કરતા ન્યૂમોનિયાની અસર જોવા મળી હતી.
- થર્ડ વેવ એટલા માટે વધુ ખતરનાક સાબિત થશે કે,મોટાભાગના લોકોમાં કોઇ લક્ષણો નહીં જોવા મળે પરંતુ તેઓ તેઓ પોઝિટિવ હશે, જેથી કોવિડ વાયરસ થર્ડ વેવમાં ઝડપથી ફેલાશે.
વાયરલ પોસ્ટનું સત્ય શું છે?
કોરોનાની મહામારીના સમયમાં કોવિડની રસી, કોવિડના ઇલાજ અને તેના લક્ષણોને લઇને અનેક મેસેજ વીડિયો વાયરલ થતાં રહે છે. કોવિડના લક્ષણોને લઇને સોશિયલ મીડિયામાં વાયરલ આ પોસ્ટ મુદ્દે ભારત પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની પોર્ટલની ફેક ચેક ટીમે ચકાસણી કરી, જેમાં ઉપરોક્ત પોસ્ટના આ દાવા પાયાવિહોણા અને ખોટા સાબિત થયા છે. તેમજ ભારત સરકારની આ વેબસાઇટ દ્રારા અનુરોધ કરાયો છે કે, માહામારીના સમયમાં લોકોમાં ખોટો ભય ફેલાવવા અને તેને ગેરમાર્ગે દોરવા માટે આવી વૈજ્ઞાનિક તથ્યો વિનાની સામગ્રી પોસ્ટ ન કરવી જોઇએ. તેમજ લોકોને પણ સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટથી ગેરમાર્ગે ન દોરાવવા અનુરોધ કર્યો છે.