કૈથલમાં થયેલ આ કાર્યક્રમ દરમિયાન મંચ પર જે પોસ્ટર લગાવવામાં આવ્યું હતું તેમાં પં. દીનદયાલ ઉપાધ્યાયના નામે બધાને ચોંકાવી દીધા હતા. પોસ્ટરમાં દીનદયાલની જગ્યાએ ભૂલથી આપત્તિજનક શબ્દ દીનદલાલ લખેલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાના જમાનામાં જોત જોતામાં ભાજપના કાર્યક્રમનું આ પોસ્ટર વાયરલ થવા લાગ્યું, જેના પર હવે પાર્ટીના સ્થાનીક નેતાઓને જવાબ આપવામાં ફાંફા પડી રહ્યા છે. બધાને આશ્રચ્ય એ છે કે આટલી મોટી મહાન વ્યક્તિનું નામ લખવામાં આટલી મોટી ભૂલ કેમ થઈ.
કૈથલ ભાજપ દ્વારા થોડા દિવસો પહેલા ભાજપના પિતૃ પુરુષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયેજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે મંચ બનાવવામાં આવ્યું અને તેના પર એક વિશાળ પોસ્ટર લગાવવામાં આવ્યું. પોસ્ટરની અંદર દીલદયાળ ઉપાધ્યાયનો ફોટો અને નામ બંને હતા. નામ તો હતું પરંતુ સાચું નહી. પોસ્ટરમાં ‘દીનદયાળ’ની જગ્યા ઉપર એક આપત્તિજનક શબ્દ હતો. જોત જોતામાં તો આ પોસ્ટરના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યા.
સ્થઆનિય નેતાઓ પાસે આ છબરડાનો કોઇ જવાબ નથી. શહેરમાં દરેક વ્યક્તિ પાસે આ પોસ્ટરની જ ચર્ચા છે. જે કાર્યક્રમનું આયોજન થયું હતું તેમાં ધારાસભ્ય સહિતના નેતાઓ પણ હાજર હતા. આપણે માનીએ છીએ કે ભુલ તો કોઇ પણ વ્યક્તિથી થાય છએ. અને ભુલ કરવી એ કોઇ ગુનો પણ નથી. પરંતુ સોશિયલ મીડિયાના આ સમયમાં ભૂલ ક્યારે ભારે પડે તે કહી ના શકાય.