બેંગલૂરૂ: કર્ણાટકના પૂર્વ મંત્રી અને ખનન કારોબારી જનાર્દન રેડ્ડીના બેલ્લારી સ્થિત ઓબુલાપુરમ માઈનિંગ કંપનીની ઓફિસ પર સોમવારે ઈંનકમ ટેક્ષ ડિપાર્ટમેંટે દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે જનાર્દન રેડ્ડીની ઓફિસમાંથી તપાસ કરનાર ટીમે કેટલીક ફાઈલો જપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે પોતાની દિકરીના શાહી લગ્નને કારણે રેડ્ડી ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટસ મુજબ રેડ્ડીએ તેની પુત્રીના લગ્નમાં 500 કરોડનો ખર્ચ કર્યો હતો. આ વાત સામે આવતા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ઈંનકમ ટેક્ષ રેડ્ડીની વિરૂધ્ધમાં કાર્યવાહી કરી શકે છે.


જનાર્દન રેડ્ડીની પુત્રી બ્રહ્નાણીના લગ્નને લઈને ધણા મહિનાઓથી તૈયારીઓ ચાલી રહી હતી. જનાર્દન રેડ્ડીએ દુલ્હન અને દુલ્હાના ઘરની નકલ સેટ્સ પર બનાવી હતી. મોટાભાગના સેટ્સને બેલ્લારી શહેરની નકલ કરવામાં આવી હતી, જે જનાર્દન રેડ્ડીનું હોમ ટાઉન છે. એક બ્રિટિશ વેબસાઈટ મુજબ એ વાત સામે આવી હતી કે બ્રહ્માણીએ તેના લગ્નમાં 90 કરોડના દાગીના અને 17 કરોડની સાડી પહેરશે, પરંતુ હાલ તેની ખરાઈ નથી કરાઈ.

જનાર્દન રેડ્ડી કર્નાટકના તાકતવાર લોકમાંના એક છે. ગેરકાયદેસર ખનન મામલે તેઓ 3 વર્ષની સજા ભોગવી ચૂક્યા છે. જનાર્દન રેડ્ડી અને તેના ભાઈજી કરણાકર રેડ્ડી જૂલાઈ 2011 સુધી બીજેપીની યેદિયુરપ્પા સરકારમાં મંત્રી હતા.