લખનઉઃ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના નજીકના માણસ મનોજ યાદવ અને જૈનેન્દ્ર યાદવ, સપા પ્રવક્તા રાજીવ રાયના ઘર પર આઇટીના દરોડા પડ્યા હતા. આઇટી વિભાગે લખનઉ સિવાય મૈનપુરી, આગ્રા અને મઉમાં પણ કાર્યવાહી કરી હતી. સપા  પ્રવક્તા રાજીવ રાયે આરોપ લગાવ્યો હતો કે આઇટી વિભાગની આ કાર્યવાહી રાજકીય દ્રૈષથી કરવામાં આવી રહી છે.


મૈનપુરીના રહેવાસી મનોજ યાદવ અખિલેશ યાદવના  નજીકના છે. તે આરસીએલ ગ્રુપના માલિક છે. મનોજ યાદવના ઘરે 12 ગાડીઓના કાફલા લઇને આઇટી વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા. તેમણે આખા ઘરને ઘેરી લીધું હતું. કોઇને પણ ઘરની અંદર જવાની મંજૂરી નથી. આઇટી વિભાગના અધિકારી ઘરના લોકોની બે કલાકથી વધુ સમયથી પૂછપરછ કરી રહ્યા છે.


લખનઉમાં અખિલેશ યાદવના નજીક ગણાતા જૈનેન્દ્ર યાદવ ઉર્ફ નીટૂ સહિત અનેકના ઘરે પણ તપાસ ચાલી રહી છે. જૈનેન્દ્રના ઘર લખનઉમાં આંબેડકર પાર્ક પાસે સ્થિતિ છે. ટેક્સ ચોરીના કેસમાં આવકવેરા વિભાગની ટીમોએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા. જૈનેન્દ્ર યાદવ ઉર્ફ નીટૂ છેલ્લા 12 વર્ષથી અખિલેશ યાદવના સૌથી નજીકના વ્યક્તિ ગણાય છે. જ્યારે અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ તેમના ઓએસડી હતા.


સપા પ્રવક્તા રાજીવ રાયના મઉ સ્થિત ઘર પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. તેમણે રાજકીય દ્રૈષથી કરાયેલી કાર્યવાહી ગણાવી હતી. આવકવેરા વિભાગની કાર્યવાહી પર સપાના પ્રવક્તા રાજીવ રાયે કહ્યું કે મારો કોઇ ગુનાહિત રેકોર્ડ નથી. હું લોકોની મદદ કરું છું. આ વાત સરકારને પસંદ આવી રહી નથી. આ તેનું પરિણામ છે. જો તમે કાંઇ કરશો તો તમારો એક વીડિયો બનાવશે અને તમારા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરશે અને તમને જેલમાં નાખી દેશે.


ગુજરાતના આ શહેરમાં થઈ ઓમિક્રોનની એન્ટ્રી,  નવા 2 કેસ નોંધાયા, જાણો વિગતો


Omicron Lockdown: ઓમિક્રોનની ચેઇન તોડવા આ દેશમાં લગાવાશે લોકડાઉન ? જાણો વિગત


Year Ender: આ છે આ વર્ષની T20ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, વિરાટ-રોહિતને નથી મળ્યું સ્થાન


Gujarat Corona : ગુજરાતની સ્કૂલોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, અમદાવાદના 4 વિદ્યાર્થી પોઝિટીવ