નવી દિલ્હી: રાષ્ટ્રીય ખેલ દિવસના અવસર પર સરકારે સ્પોર્ટ્સ પુરસ્કારો માટે આપવામાં આવતી રકમમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે, સ્પોર્ટ્સ અને એડવેન્ચર એવોર્ડ માટેની રકમમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે.


હવે અર્જૂન એવોર્ડ માટે 15 લાખ રૂપિયા જ્યારે ખેલ રત્ન એવોર્ડ માટે 25 લાખ રૂપિયા પુરસ્કાર રકમ કરવામાં આવી છે. આ પહેલા અર્જૂન એવોર્ડ માટે 5 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી હતી અને ખેલ રત્ન પુરસ્કાર વિજેતાને 7.5 લાખ રૂપિયા, મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવતું.


ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 29 ઓગસ્ટના રોજ હોકીના જાદુગર ધ્યાનચંદની જયંતિ પર રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રપતિ દ્વારા રમતગમતના પુરસ્કારોથી નામાંકિત લોકોને સન્માનિત કરવામાં આવે છે.