Independence Day :આજે દેશ 75મો સ્વતંત્ર દિવસ મનાવી રહ્યો છે, દેશની આઝાદીને 74 વર્ષ પૂર્ણ થયા, આઝાદીના 74 દિવસમાં ભારત કેટલું બદલાયું તેના પર એક નજર કરીએ
દેશ આઝાદ થયાને 74 વર્ષ થયા છે. આ વર્ષોમાં દેશમાં ઘણું બદલાયું છે. આઝાદી સમયે આપણી જનસંખ્યા 34 કરોડ હતી અને આઝાદીના 74 વર્ષ બાદ જન સંખ્યા 137 કરોડથી પણ વધુ છે. દેશના નાગરિકનું પહેલા સરેરાશ આયુષ્ય 34 વર્ષનું હતું હવે 69 વર્ષ જીવે છે.
વર્ષ 1947માં સામાન્ય વ્યક્તિની વાર્ષિક કમાણી માત્ર 274 રૂપિયા હતી.આજે 1,26 લાખ છે, દેશની જીડીપી 2.93 લાખ કરોડ રૂપિયાથી વધીને આજે લગભગ 1.34 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે.
એક અનુમાન મુજબ આઝાદીના સમયે દેશમાં 25 કરોડથી વધુ લોકો ગરીબી રેખા નીચે હતા.જે તે સમયની આબાદીનો 80 ટકા હિસ્સો હતો. ગરીબી રેખાના સૌથી તાજા આકડાં 2011-12 પર નજર કરીએ તો દેશની 26.9 કરોડ આબાદી ગરીબી રેખા નીચે છે તેનો અર્થ 22% આબાદી રેખા નીચે આવે છે.
સડક અને પરિવહન મંત્રાલય વ્હિકલ રજિસ્ટ્રેશન ડેટા 1951થી રાખી રહ્યું છે. જે મુજબ તે સમયે માત્ર 3 લાખની આસપાસ ગાડી હતી. આજે 2020 બાદ તેની સંખ્યા 30 કરોડ થઇ ગઇ છે.
આઝાદી બાદ દેશનું પહેલું બજેટ 15 ઓગસ્ટ 1947થી 31 માર્ચ 1948 સુધીનું હતું. આ બજેટ 197 કરોડનું હતું. ત્યારબાદ બજેટમા સતત હજારો ગણો વધારો થયો. આ વર્ષે ફેબ્રુઆરીમાં 34.85 લાખ કરોડનું બજેટ રજૂ થયું.
પીએમ મોદીએ આપ્યો નવો મંત્ર
પીએમ મોદીએ આવનાર 25 વર્ષ માટે સંકલ્પ લેવા દેશવાસીઓને અનુરોધ કર્યો છે. આજે દેશ પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પર સ્વતંત્રતા પર્વ પર રાષ્ટ્રને સંબોધન કરતા એક નવો મંત્ર આપ્યો. "સબકા સાથે સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ, પીએમ મોદીએ કહ્યું કે, "આવનાર 25 વર્ષ માટે આપણે દેશના વિકાસ માટે સંકલ્પ કરીએ જેથી જ્યારેે દેશના સ્વંત્રતાના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે આપણે દેશને એ ઉંચાઇ સુધી લઇ જઇ શકીએ, જયાં પહોંચવાનો આપણો નિરધાર છે"