74માં સ્વતંત્રતા દિવસ: દેશમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આજે સ્વતંત્રતા દિવસના અવસર પર ત્રિરંગો ફરકાવ્યો હતો. ત્યાર બાદ પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદી કહ્યું હતું કે, કોરોના મહામારીના આ સયમમાં પોતાના જીવનની ચિંતા કર્યાં વગર આપણાં દેશના ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ કર્મચારી, સફાઈ કર્મચારી, પોલીસ કર્મચારી, સેવા કર્મી સહિત અનેક લોકો 24 કલાક સતત કામ કરી રહ્યાં છે. હું તેમનો આભાર વ્યક્ત કરું છું.
આપણા પૂર્વજોએ અખંડ એકનિષ્ઠ તપસ્યા કરીને આપણને જે રીતે આઝાદી અપાવી, તેમણે પોતાની જાતને ન્યોછાવર કરી દીધી. આપણે એ ભૂલવું ન જોઈએ કે, ગુલામીના કાલખંડમાં કોઈ પણ ક્ષણ અથવા વિસ્તાર એવો નહોતો જ્યારે આઝાદીની માંગ ન ઉઠી હોય. આઝાદીની ઈચ્છા અંગે કોઈએ પ્રયાસ ન કર્યો હોય અથવા તો ત્યાગ ન કર્યો હોય. જવાની જેલમાં વિતાવી દીધી હતી. ફાંસીના ફંદાને ચુમીને પ્રાણની આહુતી આપી દીધી. એકબાજુ સશસ્ત્ર ક્રાંતિનો સમય, એકબાજુ જનઆંદોલનનો સમય. બાપુએ આઝાદીના આંદોલનને એક નવી ઉર્જા આપી. આ આઝાદીની જંગમાં ભારતની આત્માને કચેડવાના પણ ઘણા પ્રયાસ થયા હતા.
પીએમ મોદીએ કહ્યું હતું કે, વિસ્તારવાદના વિચારે ફક્ત થોડા જ દેશોને ગુલામ બનાવીને જ છોડી દીધા. વાત ત્યાં પૂર્ણ નથી થતી, જેની અસર દુનિયાના તમામ દેશો પર પડી. એવામાં ભીષણ યુદ્દો અને ભયાનકતાની વચ્ચે પણ ભારતે આઝાદીની લડાઈમાં કમી અને નમ આવવા દીધી નહીં.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારત ફક્ત એક જ શબ્દ નથી. સંકલ્પ બની ગયો છે. હું માનું છું કે તેની સામે ઘણી ચેતવણી છે પરંતુ દેશના કરોડો નાગરિકો તેને પૂર્ણ કરવાનો સંકલ્પ લે તો આ કામ બિલકુલ કઠિન નથી. આઝાદ ભારતની માનસિકતા વોકલ ફોર લોકલ હોવી જોઈએ. આખરે ક્યાં સુધી આપણા દેશમાંથી ગયેલો કાચો માલ, ફિનિશ્ડ પ્રોડ્કટ બનીને ભારતમાં પરત આવતી રહે. આત્મનિર્ભર ભારતનો મતલબ ફક્ત આયાત ઓછું કરવાની નથી, આપણી ક્ષમતા, આપણી ક્રિએટિવિટી અને આપણી સ્કિલ્સને આગળ લઈ જવાની પણ છે.
Independence Day: ‘આત્મનિર્ભર ભારત’ ફક્ત એક શબ્દ નથી, સંકલ્પ બની ગયો છે: PM મોદી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Aug 2020 08:27 AM (IST)
74માં સ્વતંત્રતા દિવસ: દેશમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આજે સ્વતંત્રતા દિવસના અવસર પર ત્રિરંગો ફરકાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -