Independence Day 2021 : પીએમ મોદી બોલ્યા- સૌનો સાથ-સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ બહુજ મહત્વપૂર્ણ

Independence Day 2021 Live: પીએમ મોદીએ કહ્યું કે, લાલ કિલ્લા પરથી હુ આહ્વાન કરી રહ્યો છું કે - સૌનો સાથ-સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ દરેક લક્ષ્યોની પ્રાપ્તિ માટે ખુબજ મહત્વપૂર્ણ છે.

gujarati.abplive.com Last Updated: 15 Aug 2021 09:53 AM
ભારતના સપના અને આકાંક્ષાઓને પુરી કરવા કોઇ વાંધો વચ્ચે નહીં આવી શકે- મોદી

પીએમ મોદીએ કહ્યું- 21મી સદીમાં ભારતની સપનાઓ અને આકાંક્ષાઓને પુરી કરવાથી કોઇ પણ વાંધો રોકી નથી શકતો. અમારી તાકાત અમારી ચીવટતા છે, અમારી તાકાત અમારી અકજૂથતા છે. અમારી પ્રાણશક્તિ, રાષ્ટ્ર પ્રથમ, સદૈવ પ્રથમની ભાવના છે. આ જ સમય છે, યોગ્ય સમય છે, ભારતનો અનમોલ સમય. કંઇક એવુ કરો જે કરી ના શકો, કંઇક એવુ ના હોય જે મેળવી ના શકો, તમે ઉઠી જાઓ, તમે જોડાઇ જાઓ, પોતાના સામર્થ્યને ઓળખો, પોતાના કર્તવ્યને જાણો, ભારતનો આ અનમોલ સમય છે, આ જ સમય છે, યોગ્ય સમય છે. 


 

Reforms લાગુ કરવા માટે Good અને Smart Governance જોઇએ- મોદી 

મોદીએ કહ્યું- Reforms લાગુ કરવા માટે Good અને Smart Governance જોઇએ. આજે દુનિયા એ વાતની સાક્ષી છે કે કઇ રીતે ભારત પોતાના ત્યાં ગવર્નન્સનો નવો અધ્યાય લખી રહ્યું છે. હું આજે આહ્વવાન કરી રહ્યો છું કે, કેન્દ્ર હોય કે રાજ્ય તમામ વિભાગોમાંથી, તમામ સરકારી કાર્યાલયોમાંથી, પોતાને ત્યાં નિયમો-પ્રક્રિયાઓની સમીક્ષાનુ અભિયાન ચલાવો. દરેક નિયમ, દરેક પ્રક્રિયા જે દેશના લોકોની સામે વાંધો બનીને, બોઝો બનીને ઉભી થઇ છે તેને આપણે દુર કરવી જ પડશે. 

દેશમાં તમામ સૈનિક સ્કૂલમાં હવે દીકરીઓ પણ કરશે અભ્યાસ- મોદી

પીએમ મોદીએ બતાવ્યુ કે, આજે હું એક ખુશી દેસવાસીઓને શેર કરી રહ્યો છું. મને લાખો દીકરીઓનો સંદેશ મળ્યો હતો કે તે પણ સૈનિક સ્કૂલમાં ભણવા માંગે છે, તેમના માટે સૈનિક સ્કૂલના દરવાજા ખોલવામાં આવશે. બે-અઢી વર્ષ પહેલા મિઝોરમની સૈનિક સ્કૂલમાં પહેલીવાર દીકરીઓના પ્રવેશ આપવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. હવે સરકારે નક્કી કર્યુ છે કે દેશની તમામ સૈનિક સ્કૂલને દેશની દીકરીઓ માટે પણ ખોલી દેવામાં આવશે. 


 

પીએમ મોદીએ કરી National Hydrogen Missionની જાહેરાત

મોદીએ કહ્યું કે, ભારત આજે જે પણ કાર્ય કરી રહ્યું છે, તેમાં સૌથી મોટુ લક્ષ્ય છે, જે ભારતને ક્વાન્ટમ જમ્પ આપવાનો છે- તે છે ગ્રીન હાઇડ્રૉજનનુ ક્ષેત્ર. હું આજે ત્રિરંગાની સાક્ષીમાં National Hydrogen Mission ની જાહેરાત કરી રહ્યો છું. ભારતની પ્રગતિ માટે, આત્મનિર્ભર બનાવવા માટે ભારતને Energy Independent થવુ અનિવાર્ય છે. એટલા માટે આજે ભારતનો આ સંકલ્પ લેવો પડશે કે આપણે આઝાદીના 100 વર્ષ થતા પહેલા ભારતને  Energy Independent બનાવીશુ. 

વર્ષ 2024 સુધી દરેક યોજનાના માધ્યમથી મળનારા ચોખા ફોર્ટિફાઇ કરી દેવામાં આવશે- મોદી

પીએમ મોદીએ કહ્યું કે, સરકાર પોતાની અલગ અલગ યોજનાઓ અંતર્ગત જે ચોખા ગરીબોને આપે છે, તેને ફોર્ટિફાઇ કરશે, ગરીબોનો પોષણયુક્ત ચોખા આપશે. રાશનની દુકાન પર મળનારા ચોખા હોય, મિડ ડે મીલમાં મળનારા ચોખા હોય , વર્ષ 2024 સુધી દરેક યોજનાના માધ્યમથી મળનારા ચોખા ફોર્ટિફાઇ કરી દેવામાં આવશે. 21મી સદીમાં ભારતને નવી ઉંચાઇ પર પહોંચાડવા માટે ભારતના સામર્થ્યનો યોગ્ય ઉપયોગ, પુરો ઉપયોગ જરૂરી છે. આ માટે જે વર્ગ પાછળ છે, જે ક્ષેત્ર પાછળ છે, આપણે તેની હેન્ડ-હૉલ્ડિંગ કરવી પડશે. 

હવે આપણે સેચુરેશનની તરફ જવાનુ છે- પીએ મોદી

મોદીએ કહ્યું કે, હવે આપણે સેચૂરેશનની તરફ જવાનુ છે, સો ટકા ગામડામાં રસ્તાંઓ હોય, સો ટકા પરિવારોની પાસે બેન્ક એકાઉન્ટ હોય, સો ટકા લાભાર્થીઓની પાસે આયુષ્યમાન ભારતનુ કાર્ડ હોય, સો ટકા પાત્ર વ્યક્તિઓની પાસે ઉજ્જવલા યોજનાના ગેસ કનેક્શન હોય.

અહીંથી શરૂ થઇને આગામી 25 વર્ષ ભારત માટે અમૃતકાળનો સૂઝન- મોદી

દરેક દેશની વિકાસયાત્રામાં એક સમય એવો આવો છે, જ્યારે તે દેશ ખુદને નવી રીતે પરિભાષિત કરે છે, ખુદને નવા સંકલ્પોની સાથે આગળ વધારે છે. ભારતની વિકાસ યાત્રામાં પણ આજે તે સમય આવી ગયો છે. અહીંથી શરૂ થઇને આગામી 25 વર્ષની યાત્રા નવા ભારતના સૂજનનો અમૃતકાળ છે. આ અમૃતકાળમાં આપણા સંકલ્પોની સિદ્ધિ, આપણને આઝાદીના 100 વર્ષ સુધી લઇ જશે. 

કોરોનાનો આ કાળખંડ મોટો પડકાર- પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, પ્રગતિ પથ પર વધી રહેલા આપણા દેશ સામે, આખી માનવજાતની સામે કોરોનાનો આ કાળખંડ એક મોટો પડકાર તરીકે આવ્યો છે. કોરોના વૈશ્વિક મહામારીમાં આપણ ડૉક્ટરો, આપણા નર્સો, આપણો પેરામેડિકલ સ્ટાફ, સફાઇકર્મી, વેક્સિન બનાવવામાં જોડાયેલા વૈજ્ઞાનિકો હોય કે પછી સેવામાં જોડાયેલા નાગરિકો, તે તમામ વંદનના અધિકારી છે. 

ભાગલા સમયનુ દુઃખ આજે પણ હિન્દુસ્તાન ભોગવી રહ્યું છે- મોદી

પીએમ મોદીએ કહ્યું કે, આપણે આઝાદીનો જશ્ન મનાવીએ છીએ, પરંતુ ભાગલા સમયનુ દુઃખ આજે પણ આપણા હિન્દુસ્તાનના હ્રદયમાં છે. આ ગઇ શતાબ્દીની સૌથી મોટી ત્રાસદીમાંની એક છે. કાલે જ દેશે ભાવુક નિર્ણય લીધો છે, હવે 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે યાદ કરવામાં આવશે. 

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસની આપી શુભેચ્છા

75માં સ્વાતંત્ર્ય દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલા કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો, આ પછી પીએમ મોદીએ રાષ્ટ્રના નામે પોતાનુ સંબોધન શરૂ કર્યુ. પીએમ મોદીએ કહ્યું- 75માં સ્વાતંત્ર્ય દિવસ પર તમામને અને દુનિયાભરમાં ભારતને અને લોકશાહીને પ્રેમ કરનારા લોકોને ખુબ ખુબ શુભેચ્છા.

બ્રેકગ્રાઉન્ડ

Independence Day 2021 Live: પીએમ મોદીએ કહ્યું કે, લાલ કિલ્લા પરથી હુ આહ્વાન કરી રહ્યો છું કે - સૌનો સાથ-સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ દરેક લક્ષ્યોની પ્રાપ્તિ માટે ખુબજ મહત્વપૂર્ણ છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.