Nari Shakti Avani Chaturvedi: એરફોર્સ ફ્લાઇટ લેફ્ટનન્ટ અવની ચતુર્વેદીની હિંમતને સલામ છે. કારણ કે તેણે  એકલા હાથે મિગ-21 બાઇસન(MiG-21 Bison ) વિમાન ઉડાડ્યું. આ ઉડાન સાથે, તેણીએ સાબિત કર્યું કે નારી શક્તિ(Nari Shakti) કોઈપણ મિશનને જીતવાની ક્ષમતા ધરાવે છે. આજે આપણે દેશની અસંખ્ય છોકરીઓ માટે પ્રેરણારૂપ બનેલી અવની( Avani Chaturvedi)ની સફર પર એક નજર નાખીશું.


જ્યારે અવનીએ ઈતિહાસ રચી દીધો


વર્ષ 2018 હતું અને દિવસ હતો 22 ફેબ્રુઆરી અને આ સમયે ટ્વિટર ટ્રેન્ડમાં અવની ચતુર્વેદીનું નામ છવાયું હતું. તેમણે એવું અદ્ભુત કામ કર્યું હતું કે દેશનો દરેક વ્યક્તિ તેમના વિશે જાણવા ઉત્સુક હતો. ત્યાર બાદ અવનીએ ગુજરાતના જામનગર એરબેઝ પરથી મિગ-21 બાઇસનમાં સોલો ઉડાન ભરીને પ્રથમ વખત તેને પૂર્ણ કર્યું. આ સાથે જ અવની ફાઈટર એરક્રાફ્ટ ઉડાડનાર પ્રથમ ભારતીય મહિલા પાઈલટ તરીકે ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ હતી.


આ ઉડાન દ્વારા તેણે સાબિત કર્યું કે તે યુદ્ધ જેવી સ્થિતિમાં સુખોઈ જેવા વિમાનને સરળતાથી ઉડાવી શકે છે. નોંધનીય છે કે વર્ષ 2016માં અવનીની સાથે ભાવના કાંત અને મોહના સિંહની ભારતીય વાયુસેના દ્વારા આ માટે પસંદગી કરવામાં આવી હતી. ત્રણેયને ફાઈટર પાઈલટ તરીકે તાલીમ આપવામાં આવી હતી. નોંધનીય છે કે 2016 પહેલા ભારતીય વાયુસેનામાં મહિલાઓને ફાઈટર પ્લેન ઉડાડવાની મંજૂરી નહોતી.


મિગ-21 બાઇસનમાં એકલા ઉડવતા અવનીએ તે સમયે કહ્યું હતું કે ફાઇટર પ્લેન ઉડાડવા અને દેશની સેવા કરવા જેવી બીજી કોઇ લાગણી નથી. તે શબ્દોમાં વર્ણવી ન શકાય.  તેણે કહ્યું કે તે મારા માટે જીવનભરની યાદગીરી છે. ફાઈટર પાઈલટ અવનીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "મારી પ્રથમ ફ્લાઈટ 22 મિનિટની હતી અને મને તેની દરેક મિનિટ યાદ છે. ટ્રેનર એરક્રાફ્ટ ફાઈટર એરક્રાફ્ટથી ખૂબ જ અલગ છે - અનુભવ અલગ છે.