Independence Day 2024 Live: લાલ કિલ્લા પરથી PM મોદીએ કહ્યુ- 'રિફોર્મ રાજકીય મજબૂરી નહી, અમે નેશન ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત'
આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સતત 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ દરમિયાન તેઓ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન પણ કરશે.
બ્રેકગ્રાઉન્ડ
ભારત આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સતત 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ દરમિયાન તેઓ લાલ કિલ્લા પરથી...More
પીએમ મોદીએ કહ્યું કે આજે દરેક કામને ચૂંટણીના રંગમાં રંગી દેવામાં આવે છે. તમામ રાજકીય પક્ષોએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એક કમિટી પોતાનો રિપોર્ટ તૈયાર કરી રહી છે. વન નેશન, વન ઇલેક્શન માટે દેશે આગળ આવવું પડશે. હું રાજકીય પક્ષોને વિનંતી કરું છું કે ભારતની પ્રગતિ માટે વન નેશન, વન ઇલેક્શનના સ્વપ્નને સાકાર કરવા આગળ આવે.
પીએમ મોદીએ કહ્યું કે પરિવારવાદ અને જાતિવાદથી લોકશાહીને નુકસાન થઈ રહ્યું છે. આપણે આમાંથી દેશને આઝાદ કરવો છે. અમારું એક મિશન એવા એક લાખ લોકોને આગળ લાવવાનું છે જેમના પરિવારમાં કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નથી. તેનાથી દેશને ભત્રીજાવાદ અને જાતિવાદથી મુક્તિ મળશે. આનાથી નવા વિચારો સામે આવશે. તેઓ કોઈપણ પક્ષમાં જોડાઈ શકે છે.
પીએમ મોદીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે યુનિફોર્મ સિવિલ કોડ પર ઘણી વખત ચર્ચા કરી છે. દેશનો એક મોટો વર્ગ માને છે કે સિવિલ કોડ સાંપ્રદાયિક છે. આમાં સત્ય પણ છે. આ એક ભેદભાવપૂર્ણ નાગરિક સંહિતા છે. બંધારણના 75 વર્ષની ઉજવણી થશે ત્યારે બંધારણ ઘડનારાઓના સપનાને સાકાર કરવાની જવાબદારી આપણી રહેશે. હું ઈચ્છું છું કે દરેક વર્ગ આ અંગે ચર્ચા કરે. ધર્મના આધારે ભાગલા પાડનારા કાયદાને સમાજમાં કોઈ સ્થાન નથી. હવે દેશમાં સેક્યુલર સિવિલ કોડ હોય એ સમયની જરૂરિયાત છે. કમ્યુનલ સિવિલ કોડમાં આપણે 75 વર્ષ પસાર કર્યા છે, હવે આપણે સેક્યુલર સિવિલ કોડ તરફ આગળ વધવું પડશે. તો જ આપણને ધર્મના આધારે ભેદભાવથી મુક્તિ મળશે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પાડોશી દેશ તરીકે બાંગ્લાદેશમાં જે કંઈ પણ થયું છે તેના પર ચિંતિત થવું સામાન્ય છે. મને આશા છે કે ત્યાંની સ્થિતિ જલ્દી જ સામાન્ય થઈ જશે. દેશવાસીઓ ઈચ્છે છે કે ત્યાંના લઘુમતી હિન્દુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ. ભારત હંમેશા ઈચ્છે છે કે આપણા પાડોશી દેશો સુખ અને શાંતિના માર્ગે ચાલે. અમારી શાંતિ માટે પ્રતિબદ્ધતા છે. આવનારા દિવસોમાં બાંગ્લાદેશની વિકાસયાત્રા અમારી શુભકામનાઓથી જ ચાલશે, કારણ કે આપણે માનવજાતના કલ્યાણ વિશે વિચારનારા લોકો છીએ.
પીએમ મોદીએ કહ્યું કે દેશવાસીઓ ભ્રષ્ટાચારની ઉધઈથી પરેશાન છે. દરેક સ્તરે ભ્રષ્ટાચારે લોકોનો વિશ્વાસ તોડ્યો છે. અમે ભ્રષ્ટાચાર સામે યુદ્ધ છેડ્યું છે. હું જાણું છું કે તેની કિંમત મારે ચૂકવવી પડે છે. મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવે છે પરંતુ મારી પ્રતિષ્ઠા રાષ્ટ્ર કરતાં મોટી ન હોઈ શકે. મારું સપનું દેશના સપનાથી મોટું ન હોઈ શકે. તેથી ભ્રષ્ટાચાર સામેની મારી લડાઈ ચાલુ રહેશે. ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી શરૂ થશે. હું ભ્રષ્ટાચારીઓ સામે ભયનું વાતાવરણ ઊભું કરવા માગું છું. તેમણે કહ્યું કે આપણા દેશમાં કેટલાક લોકો ઉભરી રહ્યા છે જે ભ્રષ્ટાચારનો મહિમા ગાઇ રહ્યા છે. ખુલ્લેઆમ તેનો જયજયકાર કરી રહ્યા છે. સમાજ માટે આ એક પડકાર બની ગયો છે.
પીએમ મોદીએ કહ્યું કે અમે દૃઢ નિશ્ચય સાથે આગળ વધી રહ્યા છીએ, પરંતુ કેટલાક લોકો એવા છે જે પ્રગતિ જોઈ શકતા નથી. તેઓ ભારતના કલ્યાણ વિશે વિચારી શકતા નથી, કારણ કે જ્યાં સુધી તેમનું કલ્યાણ ના થાય ત્યાં સુધી તેઓ અન્યના કલ્યાણ વિશે વિચારતા નથી. પ્રજાએ આવી વિકૃત માનસિકતા ધરાવતા લોકોથી દૂર રહેવું પડશે. તેઓ હતાશામાં ડૂબેલા લોકો છે. આવા લોકોથી દેશે સાવધાન રહેવું પડશે.
તેમણે કહ્યું કે જેમ જેમ આપણે મજબૂત થતા જઈએ છીએ તેમ તેમ આપણા પડકારો પણ વધતા જાય છે. બાહ્ય પડકારો પણ વધવાના છે. પરંતુ હું આવી શક્તિઓને કહેવા માંગુ છું કે ભારતનો વિકાસ કોઈના માટે સંકટ લાવતો નથી. અમે વિશ્વને ક્યારેય યુદ્ધ આપ્યું નથી. અમે બુદ્ધનો દેશ છીએ, યુદ્ધનો નહીં. હું વિશ્વ સમુદાયને ખાતરી આપું છું કે તેમણે ભારતની પ્રગતિ વિશે ચિંતા ન કરવી જોઈએ. ભલે ગમે તેટલા પડકારો હોય. પડકારનો સામનો કરવો એ ભારતના સ્વભાવમાં છે.
પીએમ મોદીએ કહ્યું કે પહેલા સંરક્ષણ બજેટ બહારથી શસ્ત્રો ખરીદવામાં ખર્ચાઇ જતું હતું. આજે આપણે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યા છીએ. આજે સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં આપણી આગવી ઓળખ છે. ભારત ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં કેટલીક ચિંતાજનક બાબતો છે. હું અહીંથી મારી પીડા વ્યક્ત કરવા માંગુ છું. એક સમાજ તરીકે આપણે આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓ પર થઈ રહેલા અત્યાચારો વિશે વિચારવું પડશે. લોકોને તેના પ્રત્યે ગુસ્સો છે. રાજ્ય સરકારોએ આ બાબતને ગંભીરતાથી લેવી પડશે. મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓની વહેલી તકે તપાસ થવી જોઈએ અને ભયંકર કૃત્ય કરનારા લોકોને વહેલી તકે કડક સજા થવી જોઈએ. સમાજમાં વિશ્વાસ મેળવવા માટે આ જરૂરી છે. જ્યારે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ બને છે ત્યારે તેની ખૂબ ચર્ચા થાય છે. પરંતુ જ્યારે આવું કરનાર રાક્ષસી વ્યક્તિને સજા થાય છે ત્યારે આની ચર્ચા થતી નથી. હવે સમયની જરૂરિયાત એ છે કે આવા પાપ કરનારા ગુનેગારો વિશે વ્યાપક ચર્ચા થવી જોઈએ જેથી આવા પાપ કરનારાઓને પણ ફાંસી પર લટકાવવાનો ભય રહે. મને લાગે છે કે આ ડર પેદા કરવો જરૂરી છે.
પીએમ મોદીએ કહ્યું કે મહિલા આધારિત વિકાસના મોડલ પર કામ કરવામાં આવ્યું છે. મહિલાઓ માત્ર ભાગીદારી જ નથી વધારી રહી, પણ નેતૃત્વ પણ લઈ રહી છે. આપણી આર્મી, નેવી, એરફોર્સ અને સ્પેસ સેક્ટરમાં મહિલાઓની તાકાત જોવા મળી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ચૂંટણી વારંવાર પ્રગતિમાં અવરોધ બની જાય છે. દરેક કામને ચૂંટણીના રંગે રંગવામાં આવે છે. વ્યાપક ચર્ચા થઈ છે. હું રાજકીય પક્ષોને વિનંતી કરું છું કે તેઓ ભારતની પ્રગતિ અને સામાન્ય લોકો માટે સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા માટે વન નેશન, વન ઇલેક્શન માટે આગળ આવે.
પીએમ મોદીએ કહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલતે વારંવાર કહ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ હોય. બંધારણની પણ આ જ ભાવના છે. જે કાયદાઓ સમાજને વિભાજિત કરે છે, આવા કાયદાનો કોઈ અર્થ નથી. હવે દેશમાં સેક્યુલર સિવિલ કોડ હોવો એ સમયની જરૂરિયાત છે. પરિવારવાદ અને જ્ઞાતિવાદથી દેશને ઘણું નુકસાન થઈ રહ્યું છે.
પીએમએ કહ્યું કે તેનું મિશન એવા એક લાખ આશાસ્પદ યુવાનોને રાજકારણમાં લાવવાનું છે જેમના પરિવાર કે સંબંધીઓ ક્યારેય રાજકારણમાં નથી આવ્યા. આવા લોકોએ રાજકારણમાં આવવું જોઈએ જેથી આપણે ભત્રીજાવાદ, જાતિવાદથી આઝાદી મેળવીએ અને લોકશાહી સમૃદ્ધ બને. આપણે આ દિશામાં આગળ વધવાનું છે.
પીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે. મારી પ્રતિષ્ઠા રાષ્ટ્રની પ્રતિષ્ઠાથી મોટી નથી. મારું સપનું રાષ્ટ્રના સપનાથી મોટું નથી. હું દેશવાસીઓને આશ્વાસન આપું છું કે તમે મને જે જવાબદારી સોંપી છે, હું ત્રીજી ટર્મમાં ત્રણ ગણી વધુ તાકાત અને ત્રણ ગણી વધુ ઉર્જા સાથે કામ કરીશ.
પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો એવા છે જે ભારતના ભલા વિશે વિચારી શકતા નથી. જ્યાં સુધી પોતાના કલ્યાણની કાળજી લેવામાં ન આવે ત્યાં સુધી વ્યક્તિ કોઈના કલ્યાણનો વિચાર કરી શકતો નથી. આવા લોકોની કોઈ કમી નથી. નિરાશાવાદી લોકો દ્વારા થતા નુકસાનને ઠીક કરવામાં સમય લાગે છે. આવા તત્વોના ખોળામાં વિકૃતિ વધી રહી છે. હું દેશવાસીઓને આશ્વાસન આપવા માંગુ છું કે અમે ભારતને આગળ લઈ જવાના અમારા સંકલ્પમાં પાછળ પડવાના નથી. જેમ જેમ આપણે મજબૂત થતા જઈએ છીએ તેમ તેમ આપણા પડકારો વધતા જાય છે. હું આવી શક્તિઓને કહેવા માંગુ છું કે આપણે બુદ્ધનો દેશ છીએ, યુદ્ધ અમારો માર્ગ નથી. હું વિશ્વ સમુદાયને ખાતરી આપું છું કે ભારતની પ્રગતિ વિશે ચિંતા ન કરો. અમારા ઈતિહાસને સમજો. ગમે તેટલા પડકારો હોય, પડકારોને પડકાર આપવો એ ભારતના સ્વભાવમાં છે.
PM મોદીએ કહ્યું કે G-20ની બેઠકો દેશભરમાં અલગ-અલગ શહેરોમાં યોજાઈ હતી. આનાથી સાબિત થાય છે કે ભારત આનાથી પણ મોટી ઈવેન્ટનું આયોજન કરવાની ક્ષમતા ધરાવે છે. અમે ભારતમાં યોજાનારી 2036 ઓલિમ્પિક ગેમ્સની તૈયારી કરી રહ્યા છીએ. તેમણે પેરિસ ઓલિમ્પિકના મેડલ વિજેતાઓને અભિનંદન આપ્યા અને પેરિસમાં પેરાલિમ્પિક્સ માટે જવાની તૈયારી કરી રહેલા એથ્લેટ્સને પણ શુભેચ્છાઓ પાઠવી.
પીએમ મોદીએ કહ્યું કે જે લોકો મહિલાઓ વિરુદ્ધ ભયાનક કૃત્ય કરે છે તેમને સખતમાં સખત સજા મળવી જોઈએ. ગુનેગારોના મનમાં ડર પેદા કરવાની જરૂર છે. જ્યારે મહિલાઓ સાથે આવી ભયંકર ઘટનાઓ બને છે ત્યારે તેની ઘણી ચર્ચા થાય છે, પરંતુ જ્યારે તે કેસમાં ગુનેગારને સજા થાય છે ત્યારે તેની કોઈ ચર્ચા થતી નથી. હવે સમય આવી ગયો છે કે સજાની પણ ચર્ચા થવી જોઈએ જેથી ગુનેગારોના મનમાં ડર પેદા થાય કે આવો ગુનો કરવા માટે કેવા પ્રકારની સજા છે. કોઈ પણ G-20 દેશ જે કરી શક્યું નથી, તે ભારતના લોકોએ કર્યું છે, જેણે સમય પહેલા પેરિસમાં નિર્ધારિત રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય હાંસલ કરી શકે છે તો તે ફક્ત આપણું ભારત છે.
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં નવી શિક્ષણ નીતિ લાવવામાં આવી છે. તેના દ્વારા હવે યુવાનોને ભણવા માટે વિદેશ જવાની જરૂર નહીં પડે, વિદેશથી પણ લોકો અહીં ભણવા આવશે. બિહારમાં નાલંદા યુનિવર્સિટી શરૂ કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિમાં માતૃભાષા પર ભાર મૂકવામાં આવ્યો છે. ભાષાના કારણે આપણા દેશની પ્રતિભા અવરોધાશે નહીં
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે 60 વર્ષ બાદ જનતાએ સતત ત્રીજી વખત અમને દેશની સેવા કરવાની તક આપી. જનતાના આશીર્વાદમાં મારા માટે એક જ સંદેશ છે –જન જનની સેવા, તમામ પરિવારની સેવા, દરેક ક્ષેત્રની સેવા અને તેના દ્વારા વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચવાનો. લાલ કિલ્લાના પ્રાચીર પરથી હું દેશવાસીઓને ભાવપૂર્વક નમન કરું છું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશ આકાંક્ષાઓથી ભરેલો છે. અમારું ધ્યાન દરેક ક્ષેત્રમાં કામને વેગ આપવા પર છે. પરિવર્તન માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરીએ. આપણે નાગરિકોની પાયાની સુવિધાઓ મજબૂત કરવી જોઈએ. જેના કારણે સમાજ આકાંક્ષાઓથી ભરેલો છે. દેશમાં લોકોની આવક બમણી થઈ ગઈ છે. ભારત પ્રત્યે વૈશ્વિક સંસ્થાઓનો વિશ્વાસ વધ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતે કોરોના મહામારી વચ્ચે ઝડપથી તેની અર્થવ્યવસ્થાને વધારી છે. જ્ઞાતિ, ધર્મ અને પંથથી ઉપર ઉઠીને જ્યારે દરેક ઘરમાં તિરંગો લહેરાવવામાં આવે છે ત્યારે લાગે છે કે દેશની દિશા સાચી છે. આજે આખો દેશ તિરંગો છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમે દેશવાસીઓ માટે 1500 થી વધુ કાયદાઓ નાબૂદ કર્યા છે, જેથી લોકોને તેમાં ફસાવું ના પડે. અમે એવા કાયદા પણ નાબૂદ કર્યા છે જે નાની ભૂલો માટે લોકોને જેલમાં ધકેલી દેતા હતા. ફોજદારી કાયદો બદલવામાં આવ્યો છે. હું દરેક પક્ષના પ્રતિનિધિઓને અમારા Ease of Living મિશન તરફ પગલાં ભરવામાં મદદ કરવા આહ્વાન કરું છું.
પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટને ભૂલી શકાય નહીં. આ તે દેશ છે જ્યાં આતંકવાદીઓ હુમલો કરે છો તો સેના સર્જિકલ સ્ટ્રાઇક કરે છે. જ્યારે સેના એરસ્ટ્રાઇક કરે છે ત્યારે યુવાનોની છાતી ગર્વથી ફૂલી જાય છે.
પીએમ મોદીએ કહ્યું કે ત્રણ કરોડ પરિવારોને નળથી પાણી મળી રહ્યું છે. જલ જીવન મિશન હેઠળ 12 કરોડ પરિવારોને નળથી પાણી મળી રહ્યું છે. 15 કરોડ પરિવારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ગરીબો, દલિતો, પીડિત, આદિવાસી ભાઈ-બહેનોને પાણી મળી રહ્યુ નહોતું.
2047 એ માત્ર શબ્દો નથી. તેની પાછળ સખત મહેનત ચાલી રહી છે. લોકો પાસેથી સૂચનો લેવામાં આવી રહ્યા છે. આ માટે લોકોએ અસંખ્ય સૂચનો આપ્યા છે. દરેક દેશવાસીના સપના તેમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે. યુવાનો હોય, વૃદ્ધો હોય, ગામડાના લોકો હોય, શહેરવાસીઓ હોય, ખેડૂતો હોય, આદિવાસીઓ હોય, દલિત હોય, મહિલાઓ હોય, દરેક જણે 2047માં વિકસિત ભારત માટે સૂચનો કર્યા છે. કોઈએ સ્કિલ કેપિટલ બનાવવાનું સૂચન કર્યું, કોઈએ ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું સૂચન કર્યું, કોઈએ યુનિવર્સિટીઓને વૈશ્વિક બનાવવાનું સૂચન કર્યું. આપણો સ્કિલ યુવા દુનિયાની પ્રથમ પસંદ બન્યો છે.
રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે આજ દેશ માટે બલિદાન આપનારા અસંખ્ય 'સ્વતંત્રતા પ્રેમીઓ'ને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. આ દેશ તેમનો ઋણી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવ્યો હતો. તેઓ સતત 11મી વખત રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. અહીં પહોંચ્યા બાદ તેમણે ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. થોડા સમય બાદ તેઓ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે અને પછી રાષ્ટ્રને સંબોધન કરશે.
દિલ્હી: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભારતના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે લાલ કિલ્લા પર પહોંચ્યા હતા.
સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે.
વડાપ્રધાન મોદી આજે લાલ કિલ્લા પર પહોંચશે ત્યારે સંરક્ષણ સચિવ ગિરધર અરમાને દિલ્હી વિસ્તારના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) લેફ્ટનન્ટ જનરલ ભવનીશ કુમારનો પરિચય કરાવશે. આ પછી દિલ્હી ક્ષેત્રના GOC વડા પ્રધાન મોદીને સલામી મંચ પર લઈ જશે, જ્યાં સંયુક્ત આંતર-સેવાઓ અને દિલ્હી પોલીસના ગાર્ડ વડાપ્રધાનને સલામી આપશે. વડાપ્રધાન માટે ગાર્ડ ઓફ ઓનર ટુકડીમાં આર્મી, નેવી, એરફોર્સ અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને 24 જવાનો સામેલ હશે.
સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશને વિકાસનો સંદેશ આપશે અને 2047 સુધીમાં દેશનો વિકાસ કરવા માટેનું પોતાનું વિઝન જનતા સમક્ષ રજૂ કરશે. કડક સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે દિલ્હી પોલીસે લાલ કિલ્લાની આસપાસ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કર્યા છે
સ્વતંત્રતા દિવસના અવસર પર જ્યારે લાલ કિલ્લા પર પહોંચશે ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પીએમ મોદીનું સ્વાગત કરશે. આ વખતે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં 18 હજાર મહેમાનો ભાગ લેશે. જેમાં 150-150 લખપતિ અને ડ્રોન દીદી, આશા વર્કર અને ANS સાથે ગ્રામ પંચાયતોની 300 ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડીને પણ સામેલ કરવામાં આવશે.