નવી દિલ્હી: પાકિસ્તાન આજે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે આ અવસર પર પાકિસ્તાને ભારત સાથે વધુ એક પરંપરા તોડી છે. પાકિસ્તાની અધિકારીઓએ અટારી-વાઘા બૉર્ડર પર દર વખતની જેમ આ વખતે મીઠાઈનું આદાન-પ્રદાન કર્યુ નહોતું. કારણ કે જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. જેના વિરોધમા પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય બૉર્ડર પર ધાર્મિક ઉત્સવો પર ભારત સાથે થતી મીઠાઈની આદાન-પ્રદાન પર રોક લગાવી દીધી છે.


અટારી-વાઘા બૉર્ડર પર સોમવારે બકરી ઈદના અવસર પર પણ સીમા સુરક્ષા દળને આ વખતે મીઠાઈ આપવામાં આવી નહોતી. બીએસએફ અધિકારીઓ બકરી ઈદ પર બન્ને દેશો વચ્ચે મીઠાઈની આદાન પ્રદાન માટે પાકિસ્તાની રેન્જર અધિકારીઓના આમંત્રણની રાહ જોતા રહ્યાં પરંતુ પાકિસ્તાન તરફથી આ સંબંધિત કોઈ પણ સંદેશ મોકલ્યો નહોતો.


ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ભારત સાથે બસ સેવા, ટ્રેન સેવા અને વેપાર પર રોક લગાવી દીધી છે.