ચેટર્જીએ અંગત પરેશાનીઓને કારણે પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને છેલ્લા વર્ષે નવેમ્બરમાં બેનર્જી સરકારમાં મંત્રી અને કોલકત્તાના મહાપૌર બંન્ને પદેથી રાજીનામું આપી દીધુ હતું. સૂત્રોના મતે ચેટર્જી છેલ્લા કેટલાક મહિનાથી ભાજપના સંપર્કમાં હતા.
લોકસભા ચૂંટણીમાં આશ્વર્યનજક પરિણામ બાદ સતાધારી ટીએમસીએ ચેટર્જીને મનાવવાના પ્રયાસો કર્યા હતા. ચેટર્જીના સંગઠનાત્મક કૌશલ માટે જાણીતા છે. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ટીએમસીના છ અને કોગ્રેસ-સીપીએમના એક-એક ધારાસભ્ય ભાજપમાં સામેલ થઇ ચૂક્યા છે. ભાજપે રાજ્યમાં 42 લોકસભા ચૂંટણીમાંથી 18 પર વિજય હાંસલ કર્યો છે.