નવી દિલ્હી: કાશ્મીરના પૂર્વ આઈએએસ અધિકારી શાહ ફૈઝલની બુધવારે દિલ્હી ઍરપૉર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે અને તેમને પરત કાશ્મીર મોકલી દેવાયા છે. અધિકારીઓએ જાણવ્યું કે શ્રીનગર પહોંચ્યા બાદ ત્યાં જન સુરક્ષા અધિનિયન (PSA)અંતર્ગત તેમની ફરીથી અટકાયત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે શાહ ફૈઝલ તુર્કીના ઇસ્તંબુલ જવાના હતા. તેમની બુધવારે સવારે એરપોર્ટ પરથી અટકાયત કરાઈ હતી.


જમ્મુ કાશ્મીરના પૂર્વ અધિકારી ફેસલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ ‘જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ’નામની એક નવી રાજકીય પાર્ટી બનાવી છે. ઉલ્લેખનીય છે કે શાહ ફૈસલ વર્ષ 2009માં IAS પરીક્ષામાં ટૉપર રહ્યો હતો. આઈએએસ પરીક્ષા ટૉપ કરનાર તે પહેલા કાશ્મીરી છે.