સ્વતંત્રતા દિવસને લઈને મળી આતંકીઓની ઘૂસણખોરીની બાતમી, ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
abpasmita.in | 12 Aug 2016 02:00 PM (IST)
નવી દિલ્લી: સ્વતંત્રતા દિવસને લઈને આતંકવાદીઓ ઘુસણખોરી કરી શકે તેવી ગુપ્તચર વિભાગની બાતમીને લઈને જમ્મૂ-કશ્મીરમાં સીમા પારથી ઘુસણખોરીને નાથવા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. જમ્મૂના આઈ.જી. દિનેશ રાણાએ જણાવ્યું છે કે કથુઆ અને હીરાનગર સેકટરમાંથી આતંકવાદીઓ ઘુસણખોરી કરી શકે તેવી બાતમી છે જેના કારણે ઘુસણખોરી રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે.