નવી દિલ્લી: સૂચના અને પ્રસારણ મંત્રાલયે 73 ટીવી અને 24 એફએમ ચેનલો અને નવ અખબારો અને પીરિયૉડિકલ્સના લાઈસેંસ કેંસલ કરી નાંખ્યા છે. આ તમામે ચાલુ વર્ષમાં નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

રાજ્યસભામાં એક સવાલના જવાબમાં સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધન રાઠોડે કહ્યું, અપલિંકિંગ ગાઈડલાઈંસના નિયમોનુ ઉલ્લંઘન કરવા બદલ અત્યાર સુધી 73 ટીવી ચેનલોનું લાઈસેંસ કેંસલ કરવામાં આવ્યું છે અને તેમાં જસ્ટ ટીવી, ખાસ, મહુઆ પંજાબી, મહુઆ તેલુગુ, વિઝન એંટરટેનમેંટ અને ટીવી સહિત બીજા અનેક ચેનલનો સમાવેશ થાય છે.

જ્યારે ફોકસ એનઈ, ફોકસ હરિયાણા, એસટીવી હરિયાણા, લેમન ટીવી જેવા બીજી ચેનલ્સને ઑફ એયર કરી નાખવામાં આવ્યા છે કારણ કે ગૃહ મંત્રાલયે તેને સિક્યૉરિટી ક્લિયરેંસ આપવાનો ઈનકાર કરી નાંખ્યો છે. અત્યારે દેશમાં 892 પ્રાઈવેટ સેટેલાઈટ ટીવી ચેનલ રજીસ્ટ્રેર્ડ છે.