નવી દિલ્લી: સંસદના ચોમાસું સત્રના છેલ્લા દિવસે લોકસભામાં કાશ્મીરની હાલત પર સંસદ તરફથી એક પ્રસ્તાવ રજૂ થયો હતો. તમામ પાર્ટીઓએ એકમત થઈને કહ્યું કે કાશ્મીરને લઈને ભારત કોઈ કરાર કરી શકે નહીં. કાશ્મીર ભારતનું અખંડ ભાગ છે. આ મામલે આખો દેશ અને તમામ પાર્ટીઓ એક છે.

લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને આ પ્રસ્તાવ વાંચતા કહ્યું, લાંબા સમયથી કાશ્મીરમાં લાગેલા કફ્યું અને હિંસા પર આ સંસદ ચિંતા વ્યક્ત કરે છે. તમામ પાર્ટીઓએ એ વાત દોહરાવી કે ભારતની એકતા અખંડતા અને રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરિ છે. તેના પર કોઈ સમજૂતી નહી થાય. પરંતુ કાશ્મીરમાં જે હાલાત છે તેના માટે તાત્કાલિક કદમ ઉઠાવવા જોઈએ, જેનાથી ત્યાં શાંતિ વ્યવસ્થા કાયમ રાખી શકાય. લોકોને હાલ જે મુશ્કેલીઓ પડી રહી છે તે દૂર કરી શકાય.