નવી દિલ્હી: એનએસજી સભ્યપદ મેળવવામાં ચીન ભલે ભારતને આડે ફાટ્યું હોય, પરંતુ ભારત સોમવારે મિસાઈલ ટેક્નોલૉજી કંટ્રોલ રિઝીમ (એમટીસીઆર) માં સત્તાવાર રીતે તેમાં સમાવેશ થઈ ગયો છે. વિશ્વમાં ચાર મહત્વપૂર્ણ પરમાણુ ટેક્નોલૉજીને એક્સપોર્ટ કરનાર ખાસ દેશોના સમૂહમાં એમટીસીઆરનો સમાવેશ થાય છે. ભારતે ગયા વર્ષે એમટીસીઆરમાં સભ્ય પદ માટે અરજી કરી હતી. આ ગ્રુપમાં સ્થાન મેળવાનાર ભારત 35મો દેશ બન્યો છે. પાવરફુલ ગ્રુપમાં પ્રવેશ મેળવી લીધા બાદ હવે ભારત અમેરિકા પાસેથી એ ખાસ પ્રકારના પ્રિડેટર ડ્રોન્સ પણ ખરીદી શકશે, જેની મદદથી અફઘાનિસ્તાનમાં તાલિબાને તબાહ કરવામાં આવ્યું હતું.


ફ્રાંસની રાજધાની પેરિસમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના પછી નવી દિલ્હીમાં ફ્રાંસ, નેધરલેંડ અને લક્જેમબર્ગના રાજદૂતોની સાથે આ નિર્ણય જણાવવામાં આવ્યો હતો. આ અવસરે ભારતે સૌની સહમતિથી એમટીસીઆરનું સભ્ય બનાવવા બદલ તમામ સભ્ય દેશોનો આભાર માન્યો હતો.

શું છે MTCR

1987માં બનેલા આ ગ્રુપમાં શરૂઆતમાં G-7 દેશ અમેરિકા, કેનેડા, જર્મની, જાપાન, ઈટાલી, ફ્રાન્સ અને બ્રિટનનો સમાવેશ કરાયો હતો. એનએસજી બાબતે ચીને ભલે ભારતને આડે ફાટ્યું હોય, પરંતુ MTCRનાં ચીન સભ્ય નથી. આ ગ્રુપમાં સ્થાન મળવાથી ભારત હવે અમેરિકા પાસેથી ડ્રોન વિમાનો ખરીદી શકશે. આ ગ્રુપનો હેતુ બેલાસ્ટિક મિસાઈલ્સને વેચવાની મર્યાદા નક્કી કરવાનો છે. MTCR ખાસ કરીને 500 kg પેલોડ લઈ જતી અને 3000 કિમી સુધી માર કરનારી મિસાઈલો અને અનમેન્ડ એરિયલ વ્હીકલ ટેક્નોલોજી(ડ્રોન)ને ખરીદવા-વેચવા પર કન્ટ્રોલ રાખે છે