નવી દિલ્હી: પૂર્વી ભારત અને બાંગ્લાદેશ પર ભયંકર ભૂકંપનો ખતરો મડરાઈ રહ્યો છે. એક શોધમાં સામે આવ્યું છે કે આ બન્ને દેશો આવનાર સમયમાં ભયંકર ભૂકંપની પકડમાં આવી શકે છે. સંશોધનકર્તાઓના મતે દાવો પણ કરવામાં આવ્યો છે કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 9ની આસપાસ હશે, જેના લીધે ભંયકર નુકસાન થઈ શકે છે. બન્ને દેશોની ઝપેટમાં બન્ને દેશોના લગભગ 14 કરોડ લોકોને નુકસાન પહોંચી શકે છે.
મીડિયામાં સામે આવેલા અમુક રિપોર્ટના મતે, વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ભારત અને પાડોશી દેશ બાંગ્લાદેશમાં ભયંકર ભૂકંપ આવી શકે છે. વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.2 થી 9 સુધી હોઈ શકે છે અને તેના લીધે 14 કરોડ લોકોને નુકસાન થઈ શકે છે. જો કે, વૈજ્ઞાનિકોએ ભૂકંપ ક્યારે આવશે, તે વાતની ભવિષ્યવાણી કરી નથી.