દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્લી હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. દિલ્લી પોલીસે  કેજરીવાલને ઠોલા કહેવાની ટિપ્પણીને લઈને સમન્સ પાઠવ્યું હતું. જેના પર દિલ્લી હાઈકોર્ટે પ્રતિબંધ મુકી દિધો છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલ વિરુદ્ધ એક હવાલદારે ફરિયાદ નોંધાવી હતી. જેમાં નીચલી અદાલતે પ્રથમ દ્રષ્ટિએ કેજરીવાલને દોષિત ઠેરવ્યા હતા અને 14 જૂલાઈ સુધીમાં હાજર રહેવાનું સમન્સ પાઠવ્યું હતું. જેને લઈને કેજરીવાલે આ આદેશ પર પ્રતિબંધ લગાવવા માટે અરજી કરી હતી. જેના પર ન્યાયાધીશ મુક્તા ગુપ્તાએ કેજરીવાલને 21 ઓગસ્ટ સુધીમાં હાજર રહેવાનું ફરમાન આપ્યું છે. તેમજ કેજરીવાલને ‘ઠોલા’ શબ્દનો અર્થ પણ સમજાવવાનું જણાવવામાં આવ્યું છે.

કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે કેજરીવાલે ‘ઠોલા’ શબ્દનો ઉપયોગ કર્યો છે તો તે આ શબ્દનો અર્થ પણ જાણતા જ હશે કેમ. મેં આ શબ્દ ક્યારેય સાંભળ્યો નથી. તો આ ઉપરાંત અદાલતે ફરિયાદ કરનારા હવાલદાર અજય કુમારને પણ નોટિસ આપી છે અને કેજરીવાલની અરજી પર પ્રતિક્રિયા પણ માંગી છે.