યાત્રીઓએ કયા નિયમોનું પાલન કરવું પડશે
- ઘરેલુ યાત્રા માટે પેસેન્જર્સે 2 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવું જરૂરી છે.
- એરપોર્ટ પર યાત્રીઓનું સ્ક્રીનિંગ કર્યા બાદજ પ્રવેશ મળશે
- 14 વર્ષથી વધુ ઉંમરના યાત્રીઓના ફોનમાં આરોગ્ય સેતુ એપ ફરજીયા છે. જો આરોગ્ય સેતુ એપમાં ગ્રીન નહીં દેખાડે તો એન્ટ્રી મળશે નહીં.
- યાત્રીઓએ પોતાની પર્સનલ વાહન કે અધિકૃત ટેક્સી સર્વિસનો ઉપયોગ કરવો પડશે.
- યાત્રીઓએ ટ્રોલીનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો પડશે
- યાત્રીઓને લાઈન વગર બોર્ડિંગ પાસ મળશે
આ સિવાય અન્ય ગાઈડલાઈન્સ પણ છે જેના પ્રમાણે આગમન અને પ્રસ્થાનના અલગ અલગ નિયમોનું પાલન કરવું પડશે. તમામ પેસેન્જર્સ માસ્ક અને ગ્લવ્સ પહેરવું ફરજીયાત રહેશે. જેમની ફ્લાઈટ્સ ડિપાર્ચરમાં 4 કલાકનો સમય બાકી હોય તેમને જ એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ આપવામાં આવશે.
એરપોર્ટ ઓપરેટ્સને યાત્રીઓને બેગેજને ટરમિનલમાં એન્ટ્રી આપતા પહેલા સેનેટાઈઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.