નવી દિલ્લીઃ ભારતીય રેલવે હાઇ-સ્પીડ ટ્રેન ચલાવવા માટે જર્મની સાથે સમજૂતી કરશે. ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ લઇને આવી રહેલા જર્મની પરિવહન અને ડિજિટલ મંત્રી એલેક્જેંડર દોબ્રિંદત 14 ઓક્ટોબરે રેલવે મંત્રી સુરેશ પ્રભુ સાથે મુલાકાત કરશે.


રેલવે મંત્રીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, રેલવે ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ માટે બંને દેશો વચ્ચે સહમતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવશે. જર્મનીના મંત્રી 12 થી 15 ઓક્ટોબર સુધી ભારતની યાત્રાએ છે. તે રેલવે ભવનમાં પ્રભુ સાથે વાતચીત કરશે.

આ મુલાકાત બાદ ભારતીય રેલવે અને ડીબી ઇંજિનિયરિંગ અને કંસલ્ટિંગ જીએમબીએચ વચ્ચે એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવશે