ભારતીય સેનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પાકિસ્તાન વિરુ્દ્ધ ભારતની 'દંડાત્મક કાર્યવાઇ' બાદ બુધવારે સાંજે પાકિસ્તાની DGMOએ હૉટલાઇન પર વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ વાતચીત પહેલાથી નક્કી ના હતી. પ્રવક્તાના જણાવ્યા અનુસાર પાકિસ્તાની DGMO, લેફ્ટિનેટ જનરલ, સાહિર શમસાદ મિર્જાએ ભારતીય ગોળીબારમાં પાકિસ્તાની નાગરિકોના માર્યા ગયાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આના પર ભારતીય DGMOએ લેફ્ટિનેટ જનરલ રણબીર સિંહએ નાગરિકોના માત પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારત ફક્ત તેવી પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી રહી છે જ્યાંથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. રણબીર સિંહે પાકિસ્તાની ફાયરિંગમાં માર્યા ગેયલા ભારતીય સેનીક અને ભારતીય નાગરિકોનો મુદ્દો ઉઠાવ્યો હતો.
જાણકારોના જણાવ્યા અનુસાર ભારતીય DGMO આતંકવાદીઓ દ્વારા મંગળવારે પાકિસ્તાનની સીમા પાર ઘુસણખોરી કરીને માછિલ સેક્ટરમાં એક સેનિકના સબ સાથે કરવામાં આવેલી બર્બતાની વાત પણ કરી હતી. તેમજ પાકિસ્તાન પોતાના તરફથી થઇ રહેલા આતંકવાદી ઘુસણખોરીને બંધ કરે.