અમૃતસર: કરતારપુર સાહિબ કૉરિડોર પર આજે પાકિસ્તાનની વાઘા બોર્ડર પર ભારત-પાકિસ્તાનના અધિકારીઓ વાતચીત માટે આમને સામને થશે. આ બેઠક આજે સવારે 10 વાગ્યે શરૂ થશે. આ પહેલા 14 માર્ચે અટારીમાં એટલે કે ભારતની શરહદમાં બેઠક થઈ હતી. ગુરુ નાનક દેવની 550મી જયંતી માટે બન્ને દેશ આ કોરિડોરને શ્રદ્ધાળુઓ માટે ખોલવાનું કામ કરી રહ્યાં છે, પરંતુ હજુ પણ બન્ને દેશો વચ્ચે ઇંફ્રાસ્ટ્રક્ચર અને યાત્રાની શરતોને લઈને મતભેદ છે.


આજની મુલાકાતમાં કેટલાક મતભેદો પર ચર્ચા થશે. જેમાં ભારતની શરત છે કે દર્શન માટે કોઈ જ ફી હોવી જોઈએ નહીં, પરંતુ પાકિસ્તાન દર્શન કરનારા શ્રદ્ધાળુઓ માટે વિઝાની પરમિટ આપશે જેના પર ફી હશે અને ખાસ દિવસ હોય ત્યારે ફી વધારી પણ શકાય, આસ્થાને જોતાં ભારત શ્રદ્ધાળુઓ પગપાળા જાય તેવી અનુમતિ ઈચ્છે છે જ્યારે પાકિસ્તાન શ્રદ્ધાળુઓને બસમાં લઈને જવા માંગે છે.

પાકિસ્તાન તરફથી ઝીરો લાઈન પર પુલ બનાવવો જોઈએ, પરંતુ પાકિસ્તાન પુલ બનાવવા તૈયાર નથી. ભારત ઈચ્છે છે કે એક કે બે શ્રદ્ધાળુ જવા માંગે તે તો જઈ શકે, પરંતુ પાકિસ્તાન ઓછામાં ઓછા 15 લોકોના ગ્રુપમાં લઈને જવા માંગે છે. ભારત પ્રમાણે યાત્રા સપ્તાહના બધાજ દિવસે ખુલ્લી રહે અને દિવસમાં 5000 શ્રદ્ધાળુઓ અને વિશેષ પર્વો પર 10 હજાર શ્રદ્ધાળુઓની અનુમતિ ઇચ્છે છે.

આ બેઠરમાં ભારતીય પ્રતિનિધિમંડળની અધ્યક્ષતા ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ SCLદાસ કરશે અને વિદેશ મંત્રાલયમાં પાક-અફઘાન-ઇરાન વિભાગના સંયુક્ત સચિવ દિપક મિત્તલ સામેલ થશે. જ્યારે પાકિસ્તાન દરફથી MoFA ના પ્રવક્તા ડૉ મોહમ્મદ ફેસલ તેમનું પ્રતિનિધિમંડળની અધ્યક્ષતા કરશે.